Homeગુજરાતીગુજરાતચાણસ્મા મહેસાણા હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત

ચાણસ્મા મહેસાણા હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત

મહેસાણા:  ચાણસ્મા મહેસાણા હાઇવે પર લણવા ગામ પાસે સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક માસુમ બાળકી સહિત કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ  ચાણસ્મા મહેસાણા હાઈવે પર સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક એક્ટિવા ચાલકને બચાવવા જતા મોટી દુર્ઘટના ઘટી હતી. એક્ટિવાને બચાવવાના ચક્કરમાં સ્વીફ્ટ કાર અને ટેન્કર એકબીજા સાથે અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, સ્વીફ્ટ કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારમાં સવાર ત્રણેય લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે.  ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તો બીજી તરફ, પરિવારના ત્રણ સદસ્યો ગુમાવવાથી પરિજનોમાં માતમ છવાયો હતો.

સંબંધિત લેખો

Most Popular