રાજકોટ, 7 ઓક્ટોબર, 2026 : RTO collects fines worth Rs 5.12 crore from 14,149 motorists in 9 months શહેરના આરટીઓ દ્વારા છેલ્લા 9 માસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 14,149 વાહન ચાલકોને રૂ.5.12 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આરટીઓ અધિકારીઓની ટીમ દ્વારા સમયાંતરે કરાયેલી ડ્રાઈવમાં અકસ્માત માટે જોખમરૂપ ઓવરલોડ વાહનો, વ્હાઇટ લાઇટ LED અને લાઇસન્સ વિનાના વાહન ચાલકોની સંખ્યા વધુ જોવા મળી હતી. વર્ષ 2026 ના પ્રારંભે જાન્યુઆરી માસમાં ટ્રાફિક નિયમોનો ભંગના 893 કેસ નોંધાયા હતા. જે હવે 2,000 ને પાર પહોંચી ગયા છે. આરટીઓ દ્વારા આકરો દંડ કરવા છતાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓની સંખ્યામાં ઘટાડાને બદલે ઉતરોતર વધારો થઈ રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં આરટીઓ દ્વારા નેશનલ અને સ્ટેટ હાઈવે પર સમયાંતરે ચેકિંગ ઝૂંબેશ ચલાવીને છેલ્લા 9 મહિનામાં 14.149 વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાના ગુનામાં રૂપિયા 5.12 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો. ઓવરલોડ વાહનો, તેમજ વધુ પ્રકાશ ફેંકતી અને ગેરકાયદે લગાવેલી એલઈડી લાઈટ્સ લગાવેલા વાહનચાલકોને દંડવામાં આવ્યા હતા.
આ અંગે રાજકોટમા આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, આરટીઓ ચેકિંગ દરમિયાન વ્હાઇટ LED લાઈટ, PUC પ્રમાણપત્ર, રિફ્લેક્ટર અથવા રેડિયમ પટ્ટી, ડ્રાઈ વિંગ લાઇસન્સ સહિતના મુદ્દાઓ પર પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશન અને અન્ય વિવિધ નિયમભંગના કેસોમાં પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. નિયમોના ભંગ બદલ દંડની વસૂલાત સાથે અનેક વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ઈ-ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.


