1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રવિવારે યોજાશે ડોગ-શો
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રવિવારે યોજાશે ડોગ-શો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રવિવારે યોજાશે ડોગ-શો

0
Social Share

અમદાવાદઃ ગુજરાત અને તેમાંય ખાસ અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી શ્વાન, બિલાડી સહિતના પશુઓ પાળવાનો શોખ લોકોમાં વધ્યો છે. એટલું જ આવા પશુ પ્રેમીઓ માટે અમદાવાદમાં ડોગ-શોનું આયોજન કરવામાં આવે છે. શહેરના નારણપુરા વિસ્તારમાં તા. 19મી ફેબ્રુઆરીના રોજ ચેમ્પિયનશિપ ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં પશુ પ્રેમીઓ ઉપસ્થિત રહેવાની શકયતા છે.

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા મનોરમા પાર્ટી પ્લોટમાં આઈએનકેસી 248 અને 249માં ચેમ્પિયનશિપ ડોગ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં પશુપ્રેમીઓ પોતાના પાળેલા શ્વાન સાથે ઉપસ્થિત રહેશે. આ શોમાં વિવિધ બ્રિડના શ્વાન ભાગ લેશે. આ ડોગ-શોને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code