1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુર-આબુ રોડ પર ઈકબાલગઢ પાસે બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં ચાલકનું મોત
પાલનપુર-આબુ રોડ પર ઈકબાલગઢ પાસે બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં ચાલકનું મોત

પાલનપુર-આબુ રોડ પર ઈકબાલગઢ પાસે બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં ચાલકનું મોત

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વધુ એક અકસ્માતમાં ટ્રકનાચાલકનું મોત નિપજ્યું હતું. ઈકબાલગઢ-પાલનપુર હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે પાછળની ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત એલ એન્ડ ટી વિભાગ તેમજ 108 અને અમીરગઢ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે હાઈવે પર જામ થયેલા ટ્રાફિકને ક્લીયર કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. હાઈવે પર બેફામ ગતિએ દોડતા વાહનોને લીધે અકસ્માતો વધતા જાય છે. પાલનપુર-આબુ રોડ હાઇવે પર ઇકબાલગઢ નજીક બે ટ્રકો વચ્ચે રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં જ વાહન ચાલકો તેમજ આજુબાજુ લોકો દોડી આવ્યા હતા અને પાછળના ટ્રકમાં ફસાયેલા ડ્રાઈવરને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જો કે ડ્રાઇવર ટ્રકમાંથી બહાર ન નીકાળી શકતાં સ્થાનિક લોકોએ એલ એન્ડ ટી, 108 અને અમીરગઢ પોલીસને જાણ કરી હતી. જેથી તેમણે ઘટનાસ્થળ પર પહોંચી ડ્રાઇવરને બચાવવાના પ્રયત્ન કર્યા હતા. પરંતુ ડ્રાઇવરનું આખરે પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. પોલીસે હાઈવે પર જામ થયેલા ટ્રાફિકને ક્લીયર કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનો ભોગ બનેલા મૃતક ટ્રક ડ્રાઈવરની  લાશને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code