Homeગુજરાતીરીંગણ માત્ર સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક

રીંગણ માત્ર સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક

  • રીંગણ ખાવાના અનેક ફાયદા
  • સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક
  • અનેક પોષક તત્વોથી છે ભરપૂર

રીંગણ દરેક ઋતુમાં મળે છે.ઘણા લોકોને રીંગણનું શાક પસંદ હોતું નથી,તો ઘણા લોકોના તે ફેવરીટ હોય છે. પરંતુ રીંગણ ખાવાના ઘણા ફાયદા છે. રીંગણ માત્ર સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે.રીગણમાં અનેક પોષક તત્વો મળી આવે છે. જે તમને અન્ય શાકભાજીમાં જલ્દીથી મળી આવતા નથી.એક્સપર્ટના જણાવ્યા મુજબ, રીંગણમાં એન્ટીઓક્સીડેંટ,વિટામીન જેવા ગુણધર્મો ઘરાવે છે. રીંગણને ભરીને અથવા ઓળા તરીકે પણ ખાઈ શકાય છે તો આજે અમે તમને રીંગણના ફાયદા વિશે જણાવીશું- જે બાદ તમે પણ ખાતા થઇ જશો

રોગપ્રતિકારક શક્તિને બનાવે છે મજબૂત

રીંગણને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.તેમાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ભોજનમાં રીંગણનો સમાવેશ કરવાથી ઘણા વાયરલ ચેપ લાગતા નથી.

દાંતના દુખાવામાં રાહત આપે છે

રીંગણના રસનો ઉપયોગ દાંતના દુખાવામાં રાહત માટેનું કામ કરે છે. તેના રસથી દાંતના દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત તેના મૂળનો ઉપયોગ દમની રોકથામમાં પણ થાય છે.

કોલેસ્ટરોલને કાબૂમાં રાખે છે રીંગણ

રીંગણ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે કારણ કે તેમાં ઘણુ મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે.

હૃદયને સ્વસ્થ રાખે છે

રીંગણનું સેવન કરીને તમે તમારા હૃદયને સ્વસ્થ રાખી શકો છો. કારણ કે તેનાથી શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, જેનાથી હૃદય અને તેનાથી સંબંધિત બીમારીઓ ઓછી થાય છે. આ સિવાય રીંગણ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular