Homeગુજરાતીતમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, આઠના મોત

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, આઠના મોત

મુંબઈઃ તાજેતરમાં જ ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ થવાની અનેક લોકોના મોતની ઘટના ભુલાઈ નથી, ત્યાં હવે તમિલનાડુમાં આવેલી ફટાકડાની વધુ એક ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. ફેકટરીમાં થયેલા આ બ્લાસ્ટની ઘટનામાં આઠ વ્યક્તિના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. ફેકટરીમાં બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શક્યું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર તમિલનાડુના વિરુધુનગરમાં આવેલી ફટાકડાની ફેકટરીમાં સવારે કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં આઠ વ્યક્તિઓના મોત થયાનું સામે આવ્યું છે. જ્યારે 3 કામદારોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.

ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટની ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. બ્લાસ્ટની આ ઘટનામાં ફેકટરીમાં કામ કરતી કેટલીક મહિલાઓના પણ મોત થયાં હતા. જો કે, આ દૂર્ઘટના કેવી રીતે સર્જાઈ તે જાણી શકાયું નથી. પોલીસ તંત્ર દ્વારા ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત લેખો

Most Popular