Homeગુજરાતીજમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર,ત્રણ આતંકીઓનો ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર,ત્રણ આતંકીઓનો ઠાર

  • આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર
  • મુંઝ માર્ગ વિસ્તારમાં ચાલી રહ્યું છે એન્કાઉન્ટર

શ્રીનગર:જમ્મુ કાશ્મીર એક એવો વિસ્તાર છે કે જ્યાં સતત આતંકીઓની નજર રહેતી હોય છે.અવારનવાર આતંકીઓ દ્વારા ઘુસણખોરી અને એનકાઉન્ટર કરવામાં આવતું હોય છે ત્યારે ફરી એકવાર  જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે.એન્કાઉન્ટરમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને બેરિકેડ કરીને સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવી દીધું છે.મુંઝ માર્ગ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે

કહેવાય છે કે,સુરક્ષાદળોની ટીમને આતંકીઓની હાજરીની માહિતી મળી હતી.સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો. અને સૈનિકો મોરચા પર છે.

 

 

સંબંધિત લેખો

Most Popular