Homerevoinewsતણાવ મુક્ત જીવન માટે કસરત છે રામબાણ ઈલાજ: જાણો રોજ કેટલો સમય...

તણાવ મુક્ત જીવન માટે કસરત છે રામબાણ ઈલાજ: જાણો રોજ કેટલો સમય કરવો વ્યાયામ?

આજકાલની ભાગદોડ ભરેલી દિનચર્યામાં કામ, અભ્યાસ અને પરિવારની જવાબદારીઓને કારણે મોટાભાગના લોકો માનસિક તણાવ (સ્ટ્રેસ)નો સામનો કરી રહ્યા છે. ક્યારેક આ તણાવ ટૂંકા સમય માટે હોય છે, પરંતુ લાંબા સમય સુધી રહે તો તે મૂડ અને દૈનિક જીવન પર માઠી અસર કરે છે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે જીવનશૈલીમાં એવી ટેવો અપનાવવી અનિવાર્ય છે, જે મન અને શરીર બંનેને સ્વસ્થ રાખે. વ્યાયામ કે કસરત એક એવી ઉત્તમ ટેવ છે, જેને દિનચર્યામાં સામેલ કરવાથી અદભુત ફાયદા થઈ શકે છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે, કસરત કરવા માટે હંમેશાં ભારે-ભરખમ ખર્ચા કરીને જીમમાં જવું જરૂરી નથી. સાદી ચાલવું (વોકિંગ), સાયકલિંગ, યોગાસન કે અન્ય શારીરિક ગતિવિધિઓને પણ રૂટિનનો ભાગ બનાવી શકાય છે. જો કે, તણાવ ઘટાડવા માટે દરરોજ કેટલો વ્યાયામ કરવો જરૂરી છે તે જાણવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
  • વ્યાયામથી તણાવ કેવી રીતે ઘટે છે?

મેડિકલ રિસર્ચ અને સ્વાસ્થ્ય એજન્સીઓના જણાવ્યા મુજબ, કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ માનસિક તણાવ ઓછો કરવામાં મદદરૂપ બને છે. કસરત કરવાથી શરીરમાં ‘એન્ડોર્ફિન’ જેવા ફીલ-ગુડ કેમિકલ્સ રિલીઝ થાય છે, જે મગજને પ્રસન્ન રાખે છે. આ ઉપરાંત, વર્કઆઉટ કરતી વખતે આપણું ધ્યાન શારીરિક હલનચલન પર કેન્દ્રિત થાય છે, જેના કારણે રોજિંદી ચિંતાઓ અને ટેન્શનથી થોડા સમય માટે માનસિક રાહત મળે છે.
  • તણાવ ભગાડવા માટે તમે નીચેની પ્રવૃત્તિઓ અપનાવી શકો છો:
ઝડપી ચાલવું (બ્રિસ્ક વોકિંગ) અથવા જોગિંગ
સાયકલ ચલાવવી કે સ્વિમિંગ કરવું
હળવું વેઈટ ટ્રેનિંગ અથવા ઘરકામની શારીરિક પ્રવૃત્તિઓ
  • સ્ટ્રેસ દૂર કરવા માટે કેટલો સમય કરવો વ્યાયામ?

આરોગ્ય સંસ્થાઓના માર્ગદર્શન મુજબ, તણાવને નિયંત્રણમાં રાખવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી ૧૫૦ મિનિટ મધ્યમથી ઝડપી ગતિની એરોબિક કસરત કરવાનો લક્ષ્યાંક રાખવો જોઈએ. આ સમયને તમે આખા અઠવાડિયા દરમિયાન અલગ-અલગ દિવસોમાં વહેંચી શકો છો.
ઉદાહરણ તરીકે, રોજ સવારે કે સાંજે થોડીવાર ઝડપી ચાલી શકાય અથવા સાયકલ ચલાવી શકાય. આ સાથે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ સ્નાયુઓને મજબૂત બનાવતી કસરતો કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે હમણાં જ ફિટનેસ જર્ની શરૂ કરી રહ્યા હોવ, તો ક્યારેય ઉતાવળ ન કરવી અને હંમેશાં ધીમી શરૂઆત કરવી.
  • વર્કઆઉટ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

ક્ષમતા મુજબ શરૂ કરો: જો તમે નવા છો, તો એકસાથે ભારે કસરતો કરવાને બદલે તમારી શારીરિક ક્ષમતા મુજબ ધીમે-ધીમે આગળ વધો.

આરામદાયક પ્રવૃત્તિ પસંદ કરો: એવી એક્ટિવિટી પસંદ કરો જેમાં તમને કંટાળો ન આવે અને આનંદ મળે.

શરીરના સંકેતો સમજો: કસરત દરમિયાન જો શરીરમાં અસહ્ય દુખાવો કે કોઈ તકલીફ જણાય, તો તેને અવગણશો નહીં.

હાઇડ્રેશન અને ઊંઘ: પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને શરીરને રિફ્રેશ કરવા માટે ગાઢ નિંદ્રા લો.

જો કોઈ જૂની બીમારી હોય અથવા લાંબા સમય પછી વર્કઆઉટ શરૂ કરી રહ્યા હોવ, તો ડૉક્ટરની સલાહ અવશ્ય લો. જો લાંબા સમય સુધી તણાવ ઓછો ન થાય અને સ્થિતિ વણસતી જણાય, તો વ્યાવસાયિક નિષ્ણાત કે ચિકિત્સકની મદદ લેવામાં અચકાવું નહીં.
સંબંધિત લેખો

Most Popular