નવી દિલ્હી, 08 જુલાઈ 2026: Former star Afghan bowler Shapoor Zadran passes away અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલિંગ દિગ્ગજ શાપૂર ઝદરાનનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને ભારતમાં સારવાર લઈ રહ્યા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે મંગળવારે (7 જુલાઈ) તેમના નિધનની જાહેરાત કરી.
બોર્ડે લખ્યું, “અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શાપૂર ઝદરાનના નિધન પર ઊંડો શોક અને દુઃખ વ્યક્ત કરે છે.”
બોર્ડે વધુમાં લખ્યું, “શાપૂર એવા વ્યક્તિઓમાંથી એક હતા જેમણે અફઘાનિસ્તાન ક્રિકેટનો પાયો નાખ્યો હતો. તેમની નિષ્ઠા, જુસ્સો અને અતૂટ પ્રતિબદ્ધતાએ આપણા દેશમાં આ રમતની પ્રગતિ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.”
ગંભીર બીમારીથી પીડાતા હતા અને લાંબા સમયથી ભારતમાં સારવાર લઈ રહ્યા હતા
જાદ્રાન રોગપ્રતિકારક તંત્રને લગતી બીમારી ‘હેમોફેગોસાઇટિક લિમ્ફોહિસ્ટિઓસાયટોસિસ’ (HLH) સામે ઝઝૂમી રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારતના NCR વિસ્તારમાં સારવાર લઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ, ગ્રેટર નોઈડાની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
શાપૂરના ભાઈ ઘમાઈ ઝદરાન અનુસાર, તેઓ ગયા વર્ષના ઓક્ટોબર મહિનાથી સારવાર લઈ રહ્યા હતા. ડોક્ટરોની સલાહ પર તેમને વધુ સારી તબીબી સારવાર માટે ભારત લાવવામાં આવ્યા હતા. લગભગ બે મહિના પહેલા, મે મહિનામાં, અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટરો રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ શાપૂરની તબિયતની જાણકારી મેળવવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
શાપૂર ઝદરાનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
શાપૂરે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન 44 વન-ડે (ODI) અને 36T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી હતી. તેણે 44 વન-ડે ઇનિંગ્સમાં 43 વિકેટ અને 36 T20 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં 37 વિકેટ ઝડપી હતી.


