1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓનો ઠાર, સર્ચ ઓપરેશન શરૂ
જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓનો ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓનો ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

0
Social Share
  • ગાંદરબલ વિસ્તારમાં એન્કાઉન્ટર
  • એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓનો ઠાર
  • સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના ગાંદરબલના સેરાચ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે.જે બાદ પોલીસ અને સુરક્ષા દળોની ટીમ માહિતી મળતાની સાથે જ તપાસમાં લાગી ગઈ હતી.જમ્મુ પોલીસે આ અંગે માહિતી આપી છે.તો, આતંકવાદી સંગઠન લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો છે. સર્ચ ઓપરેશન શરૂ છે.

આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના હંદવાડાના રાજવાર વિસ્તારના નેચામામાં એન્કાઉન્ટર થયું હતું.અહીં પણ પોલીસ અને સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.આજે શનિવારે સવારે જમ્મુ-કાશ્મીરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી એન્કાઉન્ટરના સમાચાર સામે આવ્યા છે.

આ પહેલા ગઈકાલે એટલે કે શુક્રવારે પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી.પુલવામા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી માર્યો ગયો હતો.પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે પુલવામા અને શોપિયાંમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code