1. Home
  2. ગુજરાતી
  3. ભારત-બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર અમલમાં આવ્યો, ભારતીય વેપાર-ઉદ્યોગને થશે ફાયદો
ભારત-બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર અમલમાં આવ્યો, ભારતીય વેપાર-ઉદ્યોગને થશે ફાયદો

ભારત-બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર અમલમાં આવ્યો, ભારતીય વેપાર-ઉદ્યોગને થશે ફાયદો

0
Social Share

નવી દિલ્હી, 15 જુલાઈ 2026: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બુધવારે(15 જુલાઈ) જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત-બ્રિટન વચ્ચે ‘કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ’ (CETA) અમલમાં આવ્યો છે. તેમણે આને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું.

X પર એક પોસ્ટમાં મંત્રીએ કહ્યું કે, ભારત-બ્રિટન CETA, સામાજિક સુરક્ષા કરાર સાથે હવે કાર્યરત થઈ ગયો છે. આ કરાર ભારતના લગભગ 99 ટકા નિકાસ માટે ‘ઝીરો-ડ્યુટી’ માર્કેટ એક્સેસ પ્રદાન કરશે અને લગભગ 100 ટકા વેપાર મૂલ્યને આવરી લેશે.

પીયૂષ ગોયલે કહ્યું, “આજનો દિવસ ભારત-બ્રિટન સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ છે. પ્રધાનમંત્રી મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ, ભારત-બ્રિટન કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) અને સામાજિક સુરક્ષા કરાર અમલમાં આવ્યા છે.”

મંત્રીના જણાવ્યા અનુસાર, આ વેપાર કરાર ટેક્સટાઇલ (કાપડ), ચામડાની વસ્તુઓ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ સામાન, દરિયાઈ ઉત્પાદનો, કેમિકલ્સ, પ્રોસેસ્ડ ફૂડ તેમજ MSMEs, ખેડૂતો અને ઉત્પાદકો સહિતના ક્ષેત્રો માટે નોંધપાત્ર તકો ઊભી કરશે.

તેમણે ઉમેર્યું કે, આ કરાર ભારતના ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પ્રોફેશનલ, ફાઇનાન્સિયલ, શિક્ષણ અને બિઝનેસ સર્વિસ સેક્ટર માટે નવી રાહ ખોલશે, સાથે જ ભારતીય પ્રતિભાઓ માટે ગતિશીલતા (mobility) પણ વધારશે.

સામાજિક સુરક્ષા કરાર પર પ્રકાશ પાડતા ગોયલે જણાવ્યું હતું કે, તે બ્રિટનમાં કામચલાઉ અસાઇનમેન્ટ પર રહેલા ભારતીય વ્યાવસાયિકોને પાંચ વર્ષ સુધી બેવડા સામાજિક સુરક્ષા યોગદાન ચૂકવવામાંથી મુક્તિ આપે છે, જેનાથી દેશના કર્મચારીઓની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે. વધુમાં, ગોયલે તેમના બ્રિટિશ સમકક્ષ પીટર કાયલ અને બંને દેશોની વાટાઘાટ ટીમોનો આ કરાર પૂર્ણ કરવાના તેમના પ્રયાસો બદલ આભાર માન્યો હતો.

  • 24 જુલાઈ, 2025ના રોજ 14 રાઉન્ડની વાટાઘાટો પછી હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા

આ વેપાર કરાર હેઠળ, સ્કોચ વ્હિસ્કી, જિન, ચોકલેટ, બિસ્કિટ અને કોસ્મેટિક્સ સહિતની ઘણી બ્રિટિશ પ્રોડક્ટ્સ પર ટેરિફ હવે ઘટવાનું શરૂ થશે. જોકે, ઘણી વસ્તુઓ પર ટેક્સમાં ઘટાડો આગામી વર્ષોમાં તબક્કાવાર રીતે કરવામાં આવશે.

આ ઐતિહાસિક કરાર પર 24 જુલાઈ, 2025ના રોજ 14 રાઉન્ડની વાટાઘાટો પછી હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારમાં 30 પ્રકરણોનો સમાવેશ થાય છે, જે માલસામાન અને સેવાઓનો વેપાર, ડિજિટલ ટ્રેડ, ફાઇનાન્સિયલ સર્વિસ, બૌદ્ધિક સંપત્તિ, ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને સરકારી પ્રાપ્તિને આવરી લે છે.

કરાર મુજબ, ભારત 90 ટકા ટેરિફ લાઇન્સ પર ટેક્સ ઘટાડશે અથવા નાબૂદ કરશે, જેમાંથી 85 ટકા આગામી દાયકામાં સંપૂર્ણપણે ડ્યુટી-ફ્રી થઈ જશે. બ્રિટિશ સ્કોચ વ્હિસ્કી પરનો ટેરિફ શરૂઆતમાં 150 ટકાથી ઘટાડીને 75 ટકા કરવામાં આવશે અને 10 વર્ષમાં તે ઘટાડીને 40 ટકા કરવામાં આવશે, જ્યારે બ્રિટિશ ઓટોમોબાઈલ્સ પરની ડ્યુટી ક્વોટા-આધારિત સિસ્ટમ હેઠળ ક્રમશઃ ઘટાડવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code