1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બાવળા નજીક હાઈવે સાઈડ પર કાદવ-કીચડને લીધે સર્જાયો ત્રિપલ અકસ્માત
બાવળા નજીક હાઈવે સાઈડ પર કાદવ-કીચડને લીધે સર્જાયો ત્રિપલ અકસ્માત

બાવળા નજીક હાઈવે સાઈડ પર કાદવ-કીચડને લીધે સર્જાયો ત્રિપલ અકસ્માત

0
Social Share

અમદાવાદ, 15 જુલાઈ, 2026 : Triple accident caused by mud and slush on the highway  જિલ્લાના બાવળા-સરખેજ હાઇવે પર બાવળા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. હાઈવેની સાઈડ પર કાદવ-કીચડના લીધે વાહનો સ્લીપ થતા હોવાથી અકસ્માતોના બનાવો બની રહ્યા છે. આજે સવારે હાઈવે પર  કાદવ-કીચડના કારણે એક્ટિવા સ્લીપ થતાં એકટિવાચાલકને બચાવવા બ્રેક મારતા ડમ્પર અને લગ્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે ત્રિપલ અકસ્માતમાં કોઈ જાનહાનિના થઈ નથી.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા નજીક હાઈવે પર કાદવ-કીચડને લીધે એક્ટિવા સ્કૂટર સ્લીપ થઈ જતા તેનો ચાલક રોડ પર પટકાયો હતો. દરમિયાન પાછળ આવી રહેલા ડમ્પરચાલકે બ્રેક મારતા પાછળ આવી રહેલી લકઝરી બસ અથડાઈ હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ત્રિપલ અકસ્માતના કારણે બાવળા-સરખેજ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં બાવળા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થાને પૂર્વવત્ કરવા કામગીરી હાથ ધરી હતી અને વાહનવ્યવહારને ધીમે ધીમે સામાન્ય બનાવ્યો હતો.

સ્થાનિક લોકોના કહેવા મુજબ હાઈવે પર ઠલવાયેલા કચરા અને કિચ્ચડના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવની  બાવળા પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code