1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ મહત્તમ તાપમાનમાં સતત વધારો, છ શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર

ગુજરાતઃ મહત્તમ તાપમાનમાં સતત વધારો, છ શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યાં છે. આ ઉપરાંત જળાશયોમાં પણ પાણીની નહીવત છે. જેથી આગામી દિવસોમાં રાજ્યમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા છે. લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. બીજી તરફ મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત છ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચ્યો છે.

છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે પરંતુ રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદની ગેરહાજરીને કારણે મહત્તમ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ચોમાસાની સીઝન પૂરી થઈ હોય અને ઉનાળાની સીઝન ફરી શરૂ  થયા હોય તેમ મહત્તમ તાપમાનનો પારો રાજ્યના છ શહેરોમાં 35 ડિગ્રીને પાર કરી ગયો છે સમગ્ર રાજ્યમાં સૌથી ઐંચું તાપમાન ભુજમાં  37.2  ડિગ્રી નોંધાયું છે.

રાજ્યના અન્ય શહેરોના મહત્તમ તાપમાન પર નજર નાખીએ તો અમદાવાદમાં 35.6 ડીસામાં 36.8 ગાંધીનગરમાં 35 કંડલા એરપોર્ટ  36.4 અને સુરેન્દ્રનગરમાં 35.8  ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code