1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ વરિષ્ઠ નાગરિકોને પડતી નાની મોટી મુશ્કેલીઓના નિવારણ માટે હેલ્પલાઈન શરૂ કરાઈ
ગુજરાતઃ વરિષ્ઠ નાગરિકોને પડતી નાની મોટી મુશ્કેલીઓના નિવારણ માટે હેલ્પલાઈન શરૂ કરાઈ

ગુજરાતઃ વરિષ્ઠ નાગરિકોને પડતી નાની મોટી મુશ્કેલીઓના નિવારણ માટે હેલ્પલાઈન શરૂ કરાઈ

0
Social Share

અમદાવાદઃ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે રાજ્યના વરિષ્ઠ નાગરિકોની મદદ માટે એલ્ડર હેલ્પલાઇન નંબર 14567 લોન્ચ કરતા કહ્યું કે, રાજ્યના વરિષ્ઠ નાગરિકોના સ્વસ્થ વૃદ્ધત્વ માટે રાજ્ય સરકાર વરિષ્ઠ નાગરિકોની હરહંમેશ પડખે છે.

મંત્રી પ્રદીપ પરમારે કહ્યું કે, સરકાર રાજ્યના તમામ વર્ગોની સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ લાવવા સતત પ્રયત્નશીલ છે. રાજ્યના વરિષ્ઠ નાગરિકોને પડતી નાની મોટી મુશ્કેલીઓના નિવારણ માટે Help Age Indiaના સહયોગથી રાજ્યમાં હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન રાજ્યના વરિષ્ઠ નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે એક મંચ તરીકે કામ કરી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા મદદરૂપ થશે.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, હેલ્પ એઈજ ઇન્ડિયા એ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, પોલીસ વિભાગ, મહેસૂલ વિભાગ, આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગ્રામ-શહેરી વિકાસ વિભાગ, રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, તમામ મહાનગરપાલિકા સત્તામંડળ તેમજ વૃદ્ધોના ક્ષેત્રે કામ કરતી સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ અને મંડળો સાથે સંકલનમા રહી વૃદ્ધોને લગતા પ્રશ્નો જેવા કે સાર-સંભાળ કાળજી, સલામતી, આરોગ્યની સેવાઓ, પરામર્શ, બચાવ અને પુન:સ્થાપનની કામગીરી સહભાગિતાના ધોરણે કાર્ય કરશે. આ હેલ્પલાઈન નંબર કાર્યરત કરવાનો ઉદ્દેશ્ય આધાર અને માર્ગદર્શન આપવા માટે દેશના દરેક વરિષ્ઠ નાગરિક સુધી પહોંચવું, વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે સરકારી યોજનાઓ અને કાર્યક્રમની માહિતીનો પ્રસાર કરવો, સરકારી કાર્યક્રમના અમલીકરણ સંબંધિત પ્રશ્નોની સુવિધા માટે પ્લેટફોર્મ પૂરું પાડવું, વરિષ્ઠ નાગરિકો માટે ફરિયાદ નિવારણ પદ્ધતિ પ્રદાન કરવી, વરિષ્ઠ નાગરિકોમાં આશા અને વિશ્વાસ કેળવવો, વરિષ્ઠ નાગરિકોની વિવિધ આવશ્યકતાઓને સમજવા માટે અને જરૂરી નીતિઓ-અમલીકરણ પદ્ધતિઓ બનાવવી, માહિતી, માર્ગદર્શન, ભાવનાત્મક ટેકો અને દુરુપયોગના કિસ્સામાં તાત્કાલિક સહાય પૂરી પાડવાનો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code