1. Home
  2. ગુજરાતી
  3. શું તમને પણ આ પ્રકારના અનુભવ થયા છે? તો ચેક કરો,ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાની સંભાવના હોય શકે
શું તમને પણ આ પ્રકારના અનુભવ થયા છે? તો ચેક કરો,ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાની સંભાવના હોય શકે

શું તમને પણ આ પ્રકારના અનુભવ થયા છે? તો ચેક કરો,ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાની સંભાવના હોય શકે

0
Social Share
  • ઓમિક્રોનના સંક્રમણથી બચજો
  • આ છે તેના લક્ષણો
  • જાણો શું છે કેવી રીતે થાય છે જાણ

કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન કે જે વિશ્વના દેશો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. આને લઈને હવે વધારે જાણકારી આવી રહી છે. ઓમિક્રોનથી જોઈ કોઈ વ્યક્તિ સંક્રમિત થઈ જાય તો તે વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે.

અમેરિકામાં સીડીસીના ડાયરેક્ટર ડો. રોશેલ વેલેન્સકીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ડેટા ખૂબ જ મર્યાદિત છે અને એજન્સી એ જાણવા માટે કામ કરી રહી છે કે યુએસ માટે કોરોના વાયરસનું નવું મ્યુટન્ટ સ્વરૂપ શું છે.

અત્યાર સુધી નોંધાયેલા લગભગ તમામ કેસોમાં ‘હળવા લક્ષણો’ છે, એમ તેમણે જણાવ્યું હતું. લક્ષણોમાં મુખ્યત્વે ઉધરસ, છાતીમાં જકડવું અને થાકનો સમાવેશ થાય છે. એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાંથી કોઈનું મોત થયું નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, 57 દેશોમાં ઓમિક્રોન ફોર્મના કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલના વડાએ બુધવારે જણાવ્યું હતું કે દેશમાં 40 થી વધુ લોકો કોરોનાવાયરસના નવતર સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે અને તેમાંથી ત્રણ ચતુર્થાંશથી વધુ લોકોને રસી મળી છે.

ઓમિક્રોન વેરિયન્ટના કેસ ભારતમાં પણ નોંધવામાં આવ્યા છે જેમાં કેટલાક લોકો એવા છે કે જેઓ વિદેશથી પરત ફર્યા છે અને તે લોકો પર અત્યારે ખાસ પ્રકારે નજર રાખવામાં આવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code