Homeગુજરાતીહોલિવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધ બેટમેન' નું ટ્રેલર રિલીઝ, ધમાકેદાર એક્શનમાં જોવા...

હોલિવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ બેટમેન’ નું ટ્રેલર રિલીઝ, ધમાકેદાર એક્શનમાં જોવા મળ્યા રોબર્ટ પેટીનસન

  • મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ બેટમેન’ નું ટ્રેલર રિલીઝ
  • ધમાકેદાર એક્શનમાં જોવા મળ્યા રોબર્ટ પેટીનસન
  • કોરોનાને કારણે ટળી હતી રિલીઝ

મુંબઈ :ફિલ્મ હેરી પોટર અને ધ ટ્વાઇલાઇટ જેવી સિરીઝમાં કામ કરી ચૂકેલા હોલિવુડ સ્ટાર રોબર્ટ પેટીનસન ફરી એકવાર તેના ચાહકોના હોશ ઉડાડવા માટે તૈયાર છે. ખરેખર આજે ચાહકો માટે હોલિવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ બેટમેન’ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચાહકોમાં હાહાકાર મચી ગયો છે.

ધ બેટમેનને મેટ રીવ્સે પ્રોડ્યુસ કરી છે. લાંબા સમયથી ચાહકો આ ફિલ્મની ઝલક માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે આખરે આજે સમાપ્ત થઈ ગઈ છે.

કોરોનાના કહેરે આ ફિલ્મ પર પણ અસર પાડી હતી. આ જ કારણ છે કે હવે Warner Bros એ આખરે ચાહકો માટે ‘ધ બેટમેન’ નું બીજું નવું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ વખતેનું ટ્રેલર રુંવાટા ઉભા કરી દે તેવું છે.

અહિયાં જુઓ The Batman નું ટ્રેલર 

 

જોકે રોબર્ટ પેટીનસન અભિનીત આ ફિલ્મના ટ્રેલરને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મ ‘ધ બેટમેન’ના ટ્રેલરમાં રોબર્ટ પેટીનસન સુપરહીરો બનીને શાનદાર એક્શન કરતા જોવા મળે છે. એક્શનથી ભરપૂર ફિલ્મમાં બેટમેન બદલો લેતો જોવા મળશે.

આ ફિલ્મ 21 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાના કહેરને કારણે આ ફિલ્મની રિલીઝ અટકી ગઈ હતી. આ પછી, ફિલ્મની રિલીઝ તારીખ 1 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. હવે તે 4 માર્ચ 2022 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.

 

 

 

 

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular