1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જુનાગઢમાં બાઈક ચલાવીને હાથમાં રિવોલ્વર લઈને સ્ટંટ કરવો યુવાનને ભારે પડ્યો
જુનાગઢમાં બાઈક ચલાવીને હાથમાં રિવોલ્વર લઈને સ્ટંટ કરવો યુવાનને ભારે પડ્યો

જુનાગઢમાં બાઈક ચલાવીને હાથમાં રિવોલ્વર લઈને સ્ટંટ કરવો યુવાનને ભારે પડ્યો

0
Social Share

જૂનાગઢ: શહેરમાં  એક યુવકે ચાલુ બાઈકે હાથમાં રિવોલ્વર કાઢીને રસ્તા પર નીકળી સીન સપાટા કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આથી પોલીસે બાઈક પર બેસીને હાથમાં રિવોલ્વ સાથે સ્ટેંટ કરનારા યુવાનને શોધીને તેની અટકાયત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં ફ્રેમસ થવા એક યુવાને ચાલુ બાઈકે રોડ પર નીકળીને હાથમાં રિવોલ્વર બતાવવાનો અખતરો કર્યો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવા માટે જૂનાગઢના યુવાને જાહેર રોડ ઉપર રિવોલ્વર બતાવી હતી. જેમાં એક હાથે યુવાન બાઈક ચલાવતો દેખાઈ છે અને બીજા હાથને પોતાના પેન્ટના ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને જાહેરમાં તેનું પ્રદર્શન કર્યુ હતું.. બાઈક પર યુવાને રિવોલ્વર હાથમાં રાખીને વીડિયો બનાવ્યો હતો અને રિવોલ્વર સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ યુવાન કોણ છે અને તેની પાસે રહેલી રિવોલ્વર અસલી છે કે નકલી તેની પોલીસ તપાસ શરૂ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢની આ ઘટનામાં હથિયાર સાથે વીડિયો બનાવનારા યુવકની પોલીસે ધરપકડ કરી છે. રિવોલ્વરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. રિવોલ્વર લઈ બુલેટ પર બેસી વીડિયો બનાવ્યો હતો. હર્ષ દાફડા નામના યુવકની પોલીસે ધરપકડ કરી છે. યુવક સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. એલસીબી પોલીસે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ ચેક કરી આરોપી હર્ષ દાફડાને રિવોલ્વર બુલેટ અને મોબાઇલ સાથે કૂલ રૂપિયા 1 લાખ 55 હજાર સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી. આમ રિવોલ્વર સાથે રોફ મારવો યુવાનને ભારે પડ્યો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code