1. Home
  2. ગુજરાતી
  3. ઓસ્ટ્રેલિયાને ચોથી T20માં હરાવીને ભારતે બનાવ્યો રેકોર્ડ, સૌથી વધારે T20 જીતવા મામલે પાકિસ્તાનને પાછળ ધકેલી પ્રથમ ક્રમે પહોંચ્યું
ઓસ્ટ્રેલિયાને ચોથી T20માં હરાવીને ભારતે બનાવ્યો રેકોર્ડ, સૌથી વધારે T20 જીતવા મામલે પાકિસ્તાનને પાછળ ધકેલી પ્રથમ ક્રમે પહોંચ્યું

ઓસ્ટ્રેલિયાને ચોથી T20માં હરાવીને ભારતે બનાવ્યો રેકોર્ડ, સૌથી વધારે T20 જીતવા મામલે પાકિસ્તાનને પાછળ ધકેલી પ્રથમ ક્રમે પહોંચ્યું

0
Social Share

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની ચોથી મેચ રાયપુરમાં રમાઈ હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 20 રને જીત મેળવીને શ્રેણી 3-1થી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 174 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બોલરોની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને 154 રન બનાવવા દીધા હતા અને 20 રને મેચ જીતી લીધી. ઓસ્ટ્રેલિયા સામેની આ જીત બાદ ટીમ ઈન્ડિયાએ T20 ઈન્ટરનેશનલમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમ T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની ગઈ છે. આ રેકોર્ડ પહેલા પાકિસ્તાનના નામે હતો.

ઓસ્ટ્રેલિયા સામેની જીત ટીમ ઈન્ડિયાની T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં 136મી જીત હતી. ભારતે વર્ષ 2006માં તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને ત્યારથી ટીમ ઈન્ડિયાએ 213 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન ટીમને 67 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ત્રણ મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. ભારતની જીતની ટકાવારી 63.84 છે. ભારત પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના નામે હતો જેણે 226 મેચ રમીને 135માં જીત મેળવી હતી. T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાને છે, 200 મેચ રમનાર ન્યૂઝીલેન્ડ 102 મેચ જીત્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાન પર છે, જેણે 95 મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકા 95 મેચમાં જીત સાથે આ ​​યાદીમાં પાંચમા સ્થાને છે.

ચોથી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટીંગનું આમંત્રણ આપ્યું હતું. જીત્યું હતું. યશસ્વી જયસ્વાલ (37 રન) અને રૂતુરાજ ગાયકવાડ (32 રન)ની ઇનિંગ્સ બાદ રિંકુ સિંહના 29 બોલમાં 46 રન અને જીતેશ શર્માના 19 બોલમાં 35 રનની મદદથી ભારતે 20 ઓવરમાં નવ વિકેટે 174 રન બનાવ્યા હતા.

આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમના ટ્રેવિસ હેડ તરફથી ઝડપી શરૂઆત કરવામાં આવી હતી. તેમણે 16 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતું. પરંતુ પાવરપ્લેમાં ઓસ્ટ્રેલિયાએ હેડ અને જોશ ફિલિપ (08)ના રૂપમાં 52 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ફિલિપની વિકેટ રવિ બિશ્નોઈએ લીધી હતી જ્યારે અક્ષર પટેલે હેડની વિકેટ લીધી હતી. બોલરોની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને 20 ઓવરમાં માત્ર 154 રન બનાવવા દીધા હતા. અક્ષર પટેલે 16 રનમાં ત્રણ જ્યારે રવિ બિશ્નોઈએ 17 રનમાં એક વિકેટ ઝડપી હતી. આ શ્રેણી જીત સાથે, સૂર્યકુમાર યાદવે કેપ્ટન તરીકે તેની પ્રથમ શ્રેણી જીતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code