1. Home
  2. ગુજરાતી
  3. 2070 સુધીમાં શુદ્ધ શૂન્ય ઉત્સર્જનનો 5 પોઈન્ટના આધારે ભારત લક્ષ્યાંક હાંસલ કરશેઃ કેન્દ્રીય મંત્રી
2070 સુધીમાં શુદ્ધ શૂન્ય ઉત્સર્જનનો 5 પોઈન્ટના આધારે ભારત લક્ષ્યાંક હાંસલ કરશેઃ કેન્દ્રીય મંત્રી

2070 સુધીમાં શુદ્ધ શૂન્ય ઉત્સર્જનનો 5 પોઈન્ટના આધારે ભારત લક્ષ્યાંક હાંસલ કરશેઃ કેન્દ્રીય મંત્રી

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના પરિવહન મંત્રીઓની 10મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. SCOમાં આઠ સભ્ય દેશ છે, જેમાં ભારત, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. આ બેઠકમાં, તમામ સભ્ય દેશોએ “વધુ કાર્યક્ષમતા અને ટકાઉપણું માટે કાર્બન-મુક્ત પરિવહન, ડિજિટલ પરિવર્તન અને નવીન તકનીકોને પ્રોત્સાહન આપવા માટે SCO સભ્ય દેશો વચ્ચે સહકારના ખ્યાલ”ને સમર્થન આપ્યું હતું.

પરિવહન ક્ષેત્રે SCO સભ્ય દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવી છે. આ જૂથ શ્રેષ્ઠ પ્રયાસો શેર કરવા અને પરિવહનમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા અને વધુ ટકાઉ અને કાર્યક્ષમ પરિવહન પ્રણાલી માટે નવીન ટેક્નોલોજી લાગુ કરવા માટે બેઠકોની સુવિધા આપશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી અને અમૃત કાલના “સુવર્ણ યુગ”માં પ્રવેશ કર્યો છે. અમૃત કાળ હેઠળ “ગ્રીન ડેવલપમેન્ટ”ને પ્રોત્સાહન આપવા માટેના મુખ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, હરિત અને સ્વચ્છ ઈંધણને અપનાવીને આદર્શ પરિવર્તન લાવવાની દિશામાં પરિવહન પ્રણાલીઓની દક્ષતા અને વિશ્વસનીયતામાં સુધાર કરનારી પ્રોદ્યોગિકિયોને વિકસિત કરવા તથા માર્ગ નિર્માણ ક્ષેત્રના વિકાસ માટે, એસસીઓ સભ્ય દેશોને અનુસંધાન અને વિકાસ કાર્યમાં સહયોગ કરવું જોઈએ.

નીતિન ગડકરીએ કહ્યું કે અમને લાગે છે કે SCO સભ્ય દેશો વચ્ચે સહયોગ અને સહકાર પર આધારિત અભિગમ ટકાઉ પરિવહન વિકાસને પ્રોત્સાહન આપવા, જીવનની ગુણવત્તા વધારવા અને પરિવહન પ્રણાલીની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સક્ષમ બનશે. વર્ષ 2070 સુધીમાં શુદ્ધ શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે ભારતની પાંચ-પોઇન્ટ વ્યૂહરચના પંચામૃતમાં પ્રતિબિંબિત થાય છે, જે 2021માં ગ્લાસગોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સ (COP)-26માં પીએમ નરેન્દ્ર મોદીએ જાહેર કરી હતી.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, એસસીઓના પરિવહન મંત્રીઓ તરીકે, અમે પરિવહન ક્ષેત્રના પડકારોનો સામનો કરવા અને આ સંગઠન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા સહકાર અને ઇકોસિસ્ટમના નિર્માણમાં મદદ કરવા માટે સંકલ્પનો સામૂહિક સંદેશ આપી શકીએ છીએ.

ભારત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)નું વર્તમાન અધ્યક્ષ છે. આંતર-સરકારી સંસ્થા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની સ્થાપના 15 જૂન 2001 ના રોજ શાંઘાઈમાં કરવામાં આવી હતી. SCOમાં હાલમાં આઠ સભ્ય દેશો છે, જેમાં  ભારત, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code