1. Home
  2. ગુજરાતી
  3. બ્રિટનમાં ભારતીયોએ ચાઈનીઝને માત આપી,યુકેએ ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ વિઝા આપ્યા
બ્રિટનમાં ભારતીયોએ ચાઈનીઝને માત આપી,યુકેએ ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ વિઝા આપ્યા

બ્રિટનમાં ભારતીયોએ ચાઈનીઝને માત આપી,યુકેએ ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ વિઝા આપ્યા

0
Social Share

દિલ્હી:યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના સૌથી મોટા જૂથ તરીકે ભારતીય વિદ્યાર્થીઓએ પ્રથમ વખત ચીની વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા છે.ગુરુવારે જાહેર કરાયેલા બ્રિટનના સત્તાવાર ઈમિગ્રેશન આંકડામાં આ માહિતી સામે આવી છે.આંકડા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિઝાની સંખ્યામાં 273%નો વધારો જોવા મળ્યો છે, જેના કારણે આ આંકડો ઝડપથી વધ્યો છે.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે,કુશળ કામદારોની કેટેગરીમાં વિઝા મેળવનારાઓમાં ભારતીયો ટોચ પર છે.રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે,ગયા વર્ષે આ કેટેગરીમાં 56,042 ભારતીયોને વિઝા આપવામાં આવ્યા હતા.એવું પણ જાણવા મળ્યું છે કે,યુકેમાં આરોગ્ય અને તબીબી ક્ષેત્રે વિઝા મેળવનારા ભારતીયોની સંખ્યામાં 36%નો વધારો થયો છે.બ્રિટનમાં રહેતા ભારતીયો મોટાભાગે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે,2019માં કુલ 34,261 ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા જ્યારે 2022માં 1,27,731 વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા.ભારતીય વિદ્યાર્થીઓ સ્ટડી ડેસ્ટીનેશન પોઈન્ટ તરીકે બ્રિટનને ટોચ પર રાખે છે.તાજેતરના વર્ષોમાં, બંને દેશોએ નાગરિકો માટે સુવિધાઓ વધુ સુલભ બનાવવા પર ભાર મૂક્યો છે.આ સંદર્ભમાં, જુલાઈ 2021 માં, બ્રિટને ગ્રેજ્યુએટ રૂટ શરૂ કર્યો, જેના દ્વારા ભારતીયો કામ અથવા કામ શોધવા માટે બ્રિટનમાં મહત્તમ બે વર્ષ સુધી રહી શકે છે.ભારતના વિદ્યાર્થીઓ અને કુશળ કામદારો ખાસ કરીને યુકેના અર્થતંત્રમાં મોટો ફાળો આપે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code