તીવ્ર ગરમીથી બચવા જ્યોતિરાદિત્ય સિંધિયાએ સૌથી સસ્તો નુસખો બતાવ્યો, જુઓ વીડિયો
નવી દિલ્હી, 27 એપ્રિલ, 2026: તીવ્ર ગરમીથી બચવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સૌથી સસ્તો નુસખો બતાવ્યો છે. એક સભાને સંબોધતા તેમણે આગવા અંદાજમાં કહ્યું હતું કે, તીવ્ર ગરમી તમારું કશું ન બગાડી શકે જો તમારી પાસે ખિસામાં એક વસ્તુ હોય.
દિલ્હીથી લઈને ચેન્નઈ સુધી અત્યારે આખું ભારત ભીષણ ગરમીમાં શેકાઈ રહ્યું છે. તાપમાન હાફ સેન્ચુરી (50 ડિગ્રી) મારવા તૈયાર છે. આ સ્થિતિ તો અત્યારે છે જ્યારે હજુ એપ્રિલ મહિનો પણ પૂરો થયો નથી અને મે-જૂનના આખા મહિના બાકી છે. દિવસના લૂનો પ્રકોપ અને ગરમ રાતોએ જીવવું મુશ્કેલ કરી દીધું છે.
પરંપરાગત ફોર્મ્યુલા
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ પ્રચંડ ગરમીથી બચવા માટે એક ગજબનો નુસખો બતાવ્યો છે. સિંધિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો મૂક્યો છે, જેમાં તેમણે ભીષણ ગરમીથી બચવા માટેની એવી સરળ રીત શોધી છે કે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો. કેન્દ્રીય મંત્રી પાસે આ અસહ્ય ગરમીથી બચવા માટે કઈ ખાસ ફોર્મ્યુલા છે?
સિંધિયાએ જણાવ્યું- આ વસ્તુ ભીષણ ગરમીથી બચાવશે
જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 1 મિનિટ 23 સેકન્ડનો એક વીડિયો મૂક્યો છે. વીડિયોમાં સંચાર મંત્રીએ જણાવ્યું કે જો તમે તમારા ખિસ્સામાં એક ડુંગળી (કાંદો) રાખીને બહાર નીકળશો, તો તમે આ પ્રચંડ ગરમીનો સામનો સરળતાથી કરી શકશો. સિંધિયાએ પોતાની વાત સાચી સાબિત કરવા માટે પોતાના ખિસ્સામાંથી એક ડુંગળી કાઢીને ત્યાં હાજર લોકોને બતાવી. મધ્ય પ્રદેશના શિવપુરીમાં લાખો-કરોડોની યોજનાઓની ભેટ આપતી વખતે સિંધિયાનું ગરમીથી બચવાનું આ ફોર્મ્યુલા લોકોને ખૂબ પસંદ આવ્યું.
51 ડિગ્રીમાં પણ પોકેટમાં માત્ર એક ડુંગળી રાખો અને નીકળી પડો…
જ્યોતિરાદિત્ય સિંધિયાએ તે વીડિયોમાં કહ્યું કે, “ન તો મારી ગાડીમાં એસી ચાલે છે અને ન તો હું કોઈ એસી વાળા વાતાવરણમાં રહું છું. લોકો પૂછે છે કે તમે મે-જૂનની ગરમી અને 51 ડિગ્રી તાપમાનમાં પણ આ બધું કર્યા વગર કેવી રીતે રહી લો છો?” સિંધિયાએ જણાવ્યું કે મેં તેમને કહ્યું કે ચંબલની ચામડી છે, થોડી જાડી હોય છે. હું થોડો યુવાન દેખાઉં છું પણ મારી આત્મા થોડી વૃદ્ધ છે. ત્યારબાદ તેમણે પોતાના ખિસ્સામાંથી એક ડુંગળી કાઢી અને કહ્યું કે, “તમારી સાથે ડુંગળી રાખીને જાઓ, કંઈ થવાનું નથી.”
View this post on Instagram
જ્યોતિરાદિત્ય સિંધિયાની આ વાત પર ત્યાં હાજર લોકો પણ તાળીઓ પાડ્યા વગર રહી શક્યા નહીં. ભીડમાંથી એક વ્યક્તિએ તો હાથમાં ડુંગળી લઈને સિંધિયાને બતાવી, જે જોઈને સંચાર મંત્રીએ તરત તેના વખાણ કર્યા. કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું કે, “લોકો આધુનિક યુગમાં ડબ્બા લઈને ફરી રહ્યા છે ત્યારે સંચાર મંત્રી માત્ર ડુંગળી લઈને ફરી રહ્યા છે.
આ જૂની વસ્તુઓ છે, જેમ કે આયુર્વેદ આગળ વધી રહ્યું છે, તેમ આપણે આ બધી વસ્તુઓ પણ ભૂલવી જોઈએ નહીં. ભલે 51 ડિગ્રી તાપમાન થઈ જાય, માથે પટ્ટો બાંધો અને ડુંગળી લઈને નીકળી પડો અને બધું ભગવાન પર છોડી દો.” સિંધિયાએ વધુમાં કહ્યું કે હંમેશા જમીન સાથે જોડાયેલા રહેવું જોઈએ, તમારો અને અમારો સંબંધ આવો જ છે. તમારો આશીર્વાદ અને પ્રેમ જળવાઈ રહે અને તમારો આ યોદ્ધા છેલ્લા શ્વાસ સુધી લડશે.


