Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ- બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે ફટાફટ બનાવી દો આ...

કિચન ટિપ્સઃ- બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે ફટાફટ બનાવી દો આ બે સામગ્રીમાંથી બનતો રોટલી રોલ

સાહિન મુલતાનીઃ-

આજકા બાળકોને ફાસ્ટફૂડ ખાવાનો ખૂબ શોખ છે આવી સ્થિતિમાં બાળકો ઘરનું ખાવામાં ખૂબ નખરા કરે છએ,જો કે આજે બાળકો માટે રોટલી રોલ બનાવાની વાત કરીશું જે ઝડપથી બની તો જશે જ સાથે શોખથી બાળક ખાશે પણ

સામગ્રી

  • 2 નંગ – રોટલી
  • 2 ચમચી – ટામેટા સોસ
  • 1 નંગ – બાફેલું બટાકું
  • 1 ચમચી – મેગી મસાલો
  • 1 નાની – ડુંગળી જીણી સમારેલી
  • 1 ચીમી કોબી છીણેલું
  • 1 ચમચી બીટ છેણ્લું
  • 1 ચમચી ગાજર છિણેલું
  • થોડા લીલા ઘાણા

બનાવાની રીત –

  • સૌ પ્રથમ રોટલીને આછા તેલમાં થોડી ક્રિસ્પી થાય તે રીતે તળી લો
  • હવે બાફેલા બટાકામાં જીણી સમારેલી ડુંગળી અને મેગી સમાલો  અને લીલા ઘાણા નાખીને મિક્સ કરીલો
  • હવે તળેલી રોટલી પર બરાબર ટોમેટા કેચઅપ લગાવી દો
  • ત્યાર બાદ તેના પર બાફેલા બટાકાનું સ્ટફિંગ રાખી દો
  • હવા આ સ્ટફિંગ ઉપર કોબી, ગાજર અને બીટનું છીણ મૂકી દો
  • હવે આ રોટલીને ગોળ રોલ બનાવી દો
  • અને ફરી એક વખત તેને તવી પર ગરમ કરીલો
  • તૈાયાર છે ટેસ્ટી રોટલી રોલ

આ રોલને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે ગ્રીન ચટણી પર લગાવી શકો છો,જો તમે ઈચ્છો તો માયોનિઝ અથવા સેઝવાન ચટણીનો પમ ઉપયોગ કરી શકો છો.જો કે આ રીત સૌથી હેલ્ઘી રીત છે જેમાં બાળકને સલાડ ખાવા પણ મળી જાય છે અને પેટમાં નુકશાન થતું નથી

સંબંધિત લેખો

Most Popular