1. Home
  2. ગુજરાતી
  3. લોકપાલ જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષે લોકપાલના નવનિયુક્ત તમામ આઠ સદસ્યોને ગ્રહણ કરાવ્યા શપથ
લોકપાલ જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષે લોકપાલના નવનિયુક્ત તમામ આઠ સદસ્યોને ગ્રહણ કરાવ્યા શપથ

લોકપાલ જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષે લોકપાલના નવનિયુક્ત તમામ આઠ સદસ્યોને ગ્રહણ કરાવ્યા શપથ

0

ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકપાલના નવનિયુક્ત તમામ આઠ સદસ્યોએ બુધવારે શપથગ્રહણ કર્યા છે. અધિકારીઓએ કહ્યુ છે કે લોકપાલ અધ્યક્ષ જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષે તેમને શપથ અપાવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે દેશના પ્રથમ લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષને શપથગ્રહણ કરાવ્યા હતા. વિભિન્ન હાઈકોર્ટ્સના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશો- જસ્ટિસ દિલીપ બી. ભોંસલે, જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી, જસ્ટિસ અભિલાષા કુમારી સિવાય છત્તીસગઢ હાઈકોર્ટના હાલના મુખ્ય ન્યાયાધીશ અજયકુમાર ત્રિપાઠીએ લોકપાલમાં ન્યાયિક સદસ્યો તરીકે શપથ ગ્રહણ કર્યા છે.

સશસ્ત્ર સીમા દળના ભૂતપૂર્વ પ્રથામ મહિલા પ્રમુખ અર્ચના રામસુંદરમ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય સચિવ દિનેશ કુમાર જૈન, ભૂતપૂર્વ આઈઆરએસ અધિકારી મહેન્દ્ર સિંહઅને ગુજરાત કેડરના ભૂતપૂર્વ આઈપીએસ ઈન્દ્રજીતપ્રસાદ ગૌતમે લોકપાલના બિનન્યાયિક સદસ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યુ છે કે આ શપથગ્રહણની સાથે હવે કહી શકાય છે કે લોકપાલે હવે કામ કરવાનું શરૂ કરી દીધું છે. નિયમો પ્રમાણે, લોકપાલ સમિતિમાં એક અધ્યક્ષ અને મહત્તમ આઠ સદસ્યોના સામેલ થવાની જોગવાઈ છે. તેમા ચાર સદસ્યો ન્યાયિક શાખાના હોવા જોઈએ.

શપથગ્રહણ સમારંભ દરમિયાન હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્રસિંહ, સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમરસિંહ અને છત્તીસગઢ સરકારના વરિષ્ઠ પ્રધાન ટીએસ સિંહદેવ ઉપસ્થિત હતા. સીબીઆઈના નિદેશક ઋષિકુમાર શુક્લા આ સમારંભમાં ઉપસ્થિત ન હતા. ઈન્ટેલિજન્સ બ્યૂરોના પ્રમુખ રાજીવ જૈન, કેન્દ્રીય વિજિલન્સ કમિશનના કમિશનર કે. વી. ચૌધરી, કેન્દ્રીય પ્રશાસનિક ન્યાયાધિકરણના અધ્યક્ષ જસ્ટિસ એલ. નરસિમ્હા રેડ્ડી આ શપથગ્રહણ સમારંભ દરમિયાન હાજર રહ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી એક ઉચ્ચસ્તરીય પસંદગી સમિતિએ લોકપાલના અધ્યક્ષ અને સદસ્યોની નિયુક્તિઓની ભલામણ કરી હતી. બાદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિયુક્તિઓને મંજૂરી આપી હતી. જસ્ટિસ ઘોષ મે-2017માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના પદેથી સેવાનિવૃત્ત થયા હતા. જ્યારે લોકપાલ અધ્યક્ષના પદ માટે તેમના નામની ઘોષણા થઈ, તો તેઓ રાષ્ટ્રીય માનવાધિકાર પંચના સદસ્ય હતા.

કેટલીક શ્રેણીઓના લોકસેવકો વિરુદ્ધ ભ્રષ્ટાચારના મામલાની તપાસ માટે કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યોમાં લોકાયુક્તોની નિયુક્તિ સંબંધિ લોકપાલ કાયદાને 2013માં પારીત કરવામાં આવ્યો હતો. નિયમો પ્રમાણે, લોકપાલ સમિતિમાં એર અધ્યક્ષ અને મહત્તમ આઠ સદસ્યોની જોગવાઈ છે. તેમાથી ચાર ન્યાયિક સદસ્યો હોવા જરૂરી છે. લોકપાલના સદસ્યોમાં 50 ટકા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, લઘુમતી સદસ્ય અને મહિલાઓમાંથી હોવા જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.