Homeગુજરાતીખોરાકઓવન વગર ઘરે જ બનાવો ટેસ્ટી અને ચીઝી સોજી પિઝા: નોંધો રેસીપી...

ઓવન વગર ઘરે જ બનાવો ટેસ્ટી અને ચીઝી સોજી પિઝા: નોંધો રેસીપી અને સ્ટેપ્સ

ઘરમાં ઓવન ન હોય અને બાળકોને પિઝા ખાવાની ઈચ્છા થાય, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે ઘરમાં રહેલી સોજી (રવા) ની મદદથી એકદમ ઝટપટ અને હેલ્ધી પિઝા તૈયાર કરી શકો છો. આ પિઝા બનાવવા માટે બહારથી પિઝા બેઝ લાવવાની પણ જરૂર નથી પડતી અને તે તવા પર જ સરળતાથી બની જાય છે. તો ચાલો જાણીએ સોજી પિઝા બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત.

  • જરૂરી સામગ્રી

1 કપ સોજી (રવા)
½ કપ દહીં
પાણી (જરૂર મુજબ)
1 ડુંગળી (ઝીણી સમારેલી)
1 કેપ્સિકમ (ઝીણું સમારેલું)
થોડા ટામેટા (ઝીણા સમારેલા)
2-3 ચમચી સ્વીટ કોર્ન
મોઝેરેલા કે પ્રોસેસ્ડ ચીઝ (જરૂર મુજબ)
2-3 ચમચી પિઝા સોસ
મીઠું (સ્વાદ અનુસાર)
થોડો ઓરિગો અને ચીલી ફ્લેક્સ

  • બનાવવાની સરળ રીત

સૌથી પહેલા એક વાસણમાં 1 કપ સોજી લો. તેમાં અડધો કપ દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરીને ગાઢું ખીરું તૈયાર કરી લો. સોજી સારી રીતે ફૂલી જાય તે માટે તેને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. સમય પૂરો થયા પછી સોજીના ખીરામાં સ્વાદાનુસાર મીઠું અને થોડો બેકિંગ સોડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો, જેથી બેઝ નરમ અને ફૂલેલો બને. હવે નોન-સ્ટીક તવા પર થોડું તેલ લગાવીને ગરમ કરો. તવા પર સોજીનું ખીરું રેડો અને ચમચીની મદદથી તેને ગોળ આકારમાં થોડું જાડું ફેલાવી લો.

સોજીનો બેઝ નીચેથી થોડો શેકાય એટલે તેના પર પિઝા સોસની પાતળી પત લગાવો. ત્યારબાદ તેના પર ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ટામેટા અને સ્વીટ કોર્ન મૂકો. હવે તેના પર ભરપૂર માત્રામાં ચીઝ છાંટો. છેલ્લે ઉપરથી ઓરિગો અને ચીલી ફ્લેક્સ ભભરાવો. હવે તવાને ઢાંકીને 8 થી 10 મિનિટ સુધી ધીમા તાપે પકાવો. જ્યારે ચીઝ સંપૂર્ણપણે ઓગળી જાય અને નીચેનો બેઝ સોનેરી રંગનો થઈ જાય, ત્યારે ગેસ બંધ કરી દો. તમારો ગરમા-ગરમ અને ટેસ્ટી સોજી પિઝા તૈયાર છે! તેને પીઝા કટર કે ચપ્પુથી સ્લાઈસમાં કાપીને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular