રાંચી, 07 નવેમ્બર 2026: એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં, મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી એક માઓવાદીની ધરપકડ કરી છે, જેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર ATS એ સંજય યાદવ ઉર્ફે ગોદરામની ધરપકડ કરી છે, જે ઝારખંડનો વોન્ટેડ માઓવાદી છે અને તે માઓવાદીઓનો ‘ઝોનલ કમાન્ડર’ હોવાનું કહેવાય છે. ઝારખંડ પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે મહારાષ્ટ્રમાં આ ધરપકડ કરવામાં આવી હતી.
સંજય યાદવની ધરપકડ માટે ઝારખંડ સરકારે 10 લાખ રૂપિયા અને બિહાર સરકારે ૩ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. તે કુલ ૫૩ કેસોમાં વોન્ટેડ હતો, જેમાં પલામુમાં 23, ઔરંગાબાદમાં 20 અને ગયામાં 10 કેસ નોંધાયેલા હતા. સંજય યાદવ ઝારખંડના પલામુ જિલ્લામાં આવેલા છતરપુર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવતા દેવગાંવ ગામનો વતની છે.
વધુ વાંચો: ચિત્તોડગઢમાં ગમખ્વાર અકસ્માત! ટેન્કર સાથે અથડાઈ મજૂરો પર પલટી કાર, 3નાં મોત અને 10 ઘાયલ








