Homeગુજરાતીભારતીય નૌસેનાની તાકાત વધી, નેવીમાં સામેલ થયું બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ વિધ્વંસક યુદ્વજહાજ

ભારતીય નૌસેનાની તાકાત વધી, નેવીમાં સામેલ થયું બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ વિધ્વંસક યુદ્વજહાજ

  • ભારતીય નૌસેનાનું સામર્થ્ય વધ્યું
  • બ્રહ્મોસ-બરાક મિસાઇલ્સથી સજ્જ વિધ્વંસક યુદ્વજહાજ નેવીમાં સામેલ
  • નેવીમાં INS વિશાખાપટ્ટનમ સામેલ

નવી દિલ્હી: ભારતીય નૌસેનાનું સામર્થ્ય હવે ફરીથી વધ્યું છે અને આ વખતે તે દુશ્મનોના છક્કા છોડાવી નાખશે. ભારતીય નૌસેનાના બેડામાં હવે પ્રથમ PB15 સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર મળી ગયું છે. આ વિધ્વંસક જહાજમાં ભારતની સૌથી શક્તિશાળી મિસાઇલ બ્રહ્મોસ અને બરાક મિસાઇલ્સ લાગેલી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ દ્વારા નિર્મિત PB15 સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરને INS વિશાખાપટ્ટનમ નામ આપવામાં આવ્યું છે. આ ડ્રિસ્ટોયર ભારતીય નૌસેનાના સામર્થ્યને વધારવા ઉપરાંત આત્મનિર્ભર ભારતના અભિયાનને પણ આગળ વધારશે.

આપને જણાવી દઇએ કે 7400 ટન વજન ધરાવતુ આ યુદ્વ જહાજ 535 ફૂટ લંબાઇ ધરાવે છે અને તેને ટ્વિન જોર્યા M36E ગેસ ટર્બાઇન પ્લાન્ટ, બર્જેન કેવીએમ ડીઝલ એન્જિન જેવા શક્તિશાળી એન્જિન તેને વધુ તાકાત પૂરી પાડે છે. 31 ઑક્ટોબર, 2021ના રોજ તેની ભારતીય નૌસેનાને સોંપણી કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, યુદ્ધ જહાજની મહત્તમ ગતિ 56 કિમી પ્રતિ કલાકની છે અને જો તે 26 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે તો તેની રેન્જ 7,400 કિમીની છે. આ યુદ્ધ જહાજ પર એકસાથે 300 નૌસૈનિકો રહી શકે છે જેમાં 50 ઓફિસર અને 250 સેલર્સ સામેલ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular