1. Home
  2. ગુજરાતી
  3. સિદ્વિ! માત્ર બે જ વર્ષમાં બની દેશની આ સૌથી પહોળી અને લાંબી ટનલ
સિદ્વિ! માત્ર બે જ વર્ષમાં બની દેશની આ સૌથી પહોળી અને લાંબી ટનલ

સિદ્વિ! માત્ર બે જ વર્ષમાં બની દેશની આ સૌથી પહોળી અને લાંબી ટનલ

0
Social Share
  • વિદેશની જેમ ભારતમાં પણ બાંધકામ ક્ષેત્રે સિદ્વિ
  • માત્ર બે જ વર્ષમાં દેશની સૌથી પહોળી અને ચોથા નંબરની લાંબી ટનલ તૈયાર થઇ
  • 8 કિલોમીટિર લાંબી આ ટ્વિન ટનલ જેમાં બંને ટનલ 5 મીટર પહોળી છે

નવી દિલ્હી: ભારતમાં સામાન્યપણે હાઇવેના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં અથવા બીજા કોરઇ સરકારી બાંધકામ પૂર્ણ થવામાં વર્ષોના વર્ષો વીતિ જતા હોય છે અને જે તે પ્રોજેક્ટના મૂળ કોસ્ટમાં પણ વધારો થતો હોય છે. જો કે આ વખતે એન્જિનિયર્સ દિવસ પહેલા દેશના એન્જિનિયરિંગ ઇતિહાસમાં નવું પાનું લખાયું છે. 150થી વધુ એન્જિનિયર્સની આગેવાનીમાં 1,500 વર્કર્સે મળીને નાસિક જીલ્લામાં આવેલા ઇગતપુરી નજીક નાસિક હાઇવે પર આવતાં કસારા ઘાટમાં ભારતની સૌથી પહોળી અને ચોથા નંબરની લાંબી ટનલનું એન્ડ ટુ એન્ડ જોડાણ કામ રેકોર્ડ બ્રેક કામમાં પૂર્ણ કર્યું છે.

8 કિલોમીટિર લાંબી આ ટ્વિન ટનલ જેમાં બંને ટનલ 17.5 મીટર પહોળી છે જેનાથી મુંબઈ નાગપુર સુપર કોમ્યુનિકેશન એક્સ્પ્રેસ વે મારફત બંને શહેરો વચ્ચેનું 700 કિમીનું અંતર માત્ર 8-9 કલાકમાં પર્ણ થશે જે સામાન્ય રીતે 14-15 કલાકમાં પૂર્ણ થતું હોય છે. ત્યાં સુધીએ આ રુટની સૌથી ઝડપી ટ્રેન પણ ઓછામાં ઓછા 11 કલાક જેટલો સમય લે છે. રુ. 2745 કરોડના ખર્ચે બનેલા આ ટ્વિન ટનલનો પ્રોજેક્ટ જેને પેકેજ 14 તરીકે ઓળખવામાં આવે છે તે નાસિક જિલ્લના તરંગપાડા અને થાણે જિલ્લાના વશાલા ગામને એકબીજા સાથે જોડશે જેનાથી કસારા ઘાટનો 30-35 મિનિટનો ટ્રાવેલ સમય ઘટીને 5 મિનિટ જેટલો થઈ જશે.

આ અંગે MSRDCના સંયુક્ત MD અને પીડબલ્યુડી સચિવ અનિલકુમાર ગાયકવાડે જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં ક્યારેય 8 કિલોમીટર લંબાઇ ધરાવતી આટલી પહોળી બે ટનલનું સંપૂર્ણ કામ બે વર્ષમાં ક્યારેય પૂર્ણ થયું નથી. આ ટનલમાં રોડ ઉપરાંત યાંત્રિક, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ કામનો સમાવેશ થાય છે.

ટનલની ડિઝાઇન એ પ્રકારે કરવામાં આવી છે કે તેમાં 120 કિમી પ્રતિ કલાકની ઝડપે વાહનો દોડી શકશે. તેમજ ઇગતપુરીની નજીકની આવેલી ટેકરીથી વશાલા નજીક ટનલનો ઉતાર 160 મીટરના વળાંકને આવરી લે છે. આ પ્રકારનું ઝડપી બાંધકામ ક્યારેય આપણાં દેશમાં જોવા મળ્યું નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code