1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કેરળ વિધાનસભા ચૂંટણી: ભાજપે મેટ્રો મેન શ્રીધરનને CM ઉમેદવાર બનાવ્યા
કેરળ વિધાનસભા ચૂંટણી: ભાજપે મેટ્રો મેન શ્રીધરનને CM ઉમેદવાર બનાવ્યા

કેરળ વિધાનસભા ચૂંટણી: ભાજપે મેટ્રો મેન શ્રીધરનને CM ઉમેદવાર બનાવ્યા

0
Social Share
  • કેરળમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે
  • ભાજપે ત્યાં મેટ્રોમેન ઇ શ્રીધરનને પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા
  • 88 વર્ષીય શ્રીધરન ગત સપ્તાહે જ ભાજપમાં જોડાયા હતા

તિરુવનંતપુરમ: કેરળમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે ત્યાં મેટ્રોમેન તરીકે ઓળખાતા ઇ શ્રીધરનને પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે. 88 વર્ષીય શ્રીધરન ગત સપ્તાહે જ ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં જ ચૂંટણી પંચે કેરળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી.

હાલમાં કેરળ ભાજપના પ્રમુખ સુરેન્દ્રન સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે ફરી રહ્યા છે, તેમણે વિજય યાત્રા દરમિયાન આ વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપ ટૂંક સમયમાં અન્ય ઉમેદવારોની યાદી પણ જાહેર કરશે.

ઇ શ્રીધરન 25 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થયા હતા. તેઓ કેરળના મલપ્પુરમમાં ભાજપના એક કાર્યક્રમમાં પક્ષમાં જોડાયા હતા. તેઓએ થોડા સમય અગાઉ જણાવ્યું હતું કે તેઓ ભાજપમાં સામેલ થવાના છે.

મેટ્રો મેન તરીકે જાણીતા અને વિશાળ માળખાકીય યોજનાઓને પૂર્ણ કરવામાં કુશળ ગણાતા 88 વર્ષીય ટેક્નોક્રેટ શ્રીધનરે કહ્યું કે, તેમનો મુખ્ય ઉદ્દેશ ભાજપને કેરળમાં સત્તામાં લાવવામાં મદદ કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીમાં શ્રીધરનની એન્ટ્રીને કેરળમાં પક્ષ માટે સૌથી મોટું પ્રોત્સાહન માનવામાં આવે છે.

ભાજપમાં જોડાયા તે પૂર્વે શ્રીધરને સ્પષ્ટ કરી દીધું હતું કે, તેમને રાજ્યપાલનું પદ સંભાળવામાં કોઈ રસ નથી. તેમણે કહ્યું કે આ સંપૂર્ણ રીતે બંધારણીય પદ છે અને કોઈ શક્તિ નથી તેમજ તેઓ આવા પદે રહીને રાજ્ય માટે કોઈ સકારાત્મક યોગદાન આપી શકે નહીં.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code