1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. RSS પ્રમુખ મોહન ભાગવત પણ કોરોનાથી સંક્રમિત, રાજકીય આગેવાનોએ ઝડપી રિકવરી માટે કરી પ્રાર્થના
RSS પ્રમુખ મોહન ભાગવત પણ કોરોનાથી સંક્રમિત, રાજકીય આગેવાનોએ ઝડપી રિકવરી માટે કરી પ્રાર્થના

RSS પ્રમુખ મોહન ભાગવત પણ કોરોનાથી સંક્રમિત, રાજકીય આગેવાનોએ ઝડપી રિકવરી માટે કરી પ્રાર્થના

0
Social Share
  • RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવત થયા કોરોનાથી સંક્રમિત
  • તેમને સારવાર માટે નાગપુરની એક હોસ્ટિપલમાં દાખલ કરાયા
  • RSSના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ મારફતે આ જાણકારી આપવામાં આવી

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે અને દૈનિક ધોરણે કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત પણ કોરોના સંક્રમિત થયા છે. મોહન ભાગવત કોરોના સંક્રમિત થયા છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે નાગપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હૉસ્પિટલના સૂત્રોના કહેવા પ્રમાણે ભાગવતને કોવિડ વોર્ડમાં દાખલ કરાયા છે. તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. અહીં તેમની તબિયત સ્થિર છે. દેશના અનેક રાજકીય આગેવાનોએ તેમની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી છે. કેન્દ્રીય મંત્ર નીતિન ગડકરીએ પણ ટ્વીટ કરી સંઘ પ્રમુખ જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ મારફતે આ જાણકારી આપવામાં આવી છે. RSS દ્વારા ટ્વિટરના માધ્યમથી જણાવાયું હતું કે, સંઘ પ્રમુખ મોહન ભાગવતનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ડૉ. મોહન ભાગવતનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ બાદ ડૉક્ટર ભાગવતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અનુસાર ડૉ. ભાગવતને કોરોનાના સામાન્ય લક્ષણો છે. સંગઠન અનુસાર ડોક્ટર ભાગવતને સામાન્ય તપાસ તેમજ સાવધાનીના ભાગરૂપે નાગપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બીજી તરફ, કેન્દ્રીય મંત્ર નીતિન ગડકરીએ પણ ટ્વીટ કરી સંઘ પ્રમુખ જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ગત કેટલાક વર્ષોથી કોરોના વાયરસથી સંક્રમણના કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. દરરોજ એક લાખથી વધુ કોરોના સંક્રમણના નવા કેસ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) માં સૌથી વધુ હાલત ખરાબ છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code