Homeગુજરાતીગુજરાતજમ્મૂ-કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ક બ્રિજ થયો તૈયાર, જાણો તેના વિશેના...

જમ્મૂ-કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ક બ્રિજ થયો તૈયાર, જાણો તેના વિશેના ફેક્ટ્સ

  • ભારતના જમ્મૂ-કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા કમાનકાર બ્રિજનું થયું નિર્માણ
  • આશરે સાડા ત્રણ વર્ષ પહેલા આ બ્રિજનું નિર્માણકાર્ય શરૂ થયું હતું
  • આ પુલ ચિનાબ નદી પર બાંધવામાં આવ્યો હતો

નવી દિલ્હી: ભારતના જમ્મૂ-કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઊંચો કમાનાકાર બ્રિજનું નિર્માણ થઇ ચૂક્યું છે. આશરે સાડા ત્રણ વર્ષ પહેલા આ બ્રિજનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. આ પુલ ચિનાબ નદી પર બાંધવામાં આવ્યો હતો. રેલ મંત્રાલય અને રેલ મંત્રી પિયુષ ગોયલે આ બ્રિજને લગતી કેટલીક માહિતીને લઇને એક વીડિયો શેર કર્યો છે. આ કાશ્મીર ખીણને ભારત સાથે જોડશે. બે આંતરરાષ્ટ્રીય સરહદોને કારણે વ્યૂહાત્મક મહત્વ ધરાવતા આ ક્ષેત્ર માટે આ રેલવે લાઇવ દેશના સુરક્ષા બળો માટે પણ ખૂબ સહાયક સાબિત થશે.

આર્ક બ્રિજના કેટલાક ફેક્ટ્સ

  • જમ્મૂ-કાશ્મીરમાં ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઉંચો રેલવે પુલ બનાવવામાં આવી રહ્યો છે
  • આની ઉંચાઈ એફિલ ટાવરથી આશરે 35 મીટર વધારે હશે
  • પુલની લંબાઈ 1315 મીટર જેટલી છે
  • દુર્ગમ ક્ષેત્રમાં આશરે 1100 કરોડ રુપિયાના ખર્ચથી બનવવામાં આવી રહેલા અર્ધ ચંદ્રાકાર જેવા આ પુલના નિર્માણમાં 24000 ટન લોખંડનો ઉપયોગ થઈ રહ્યો છે
  • આ નદીના તળથી 359 મીટર ઉંચો હશે
  • એફિલ ટાવર માત્ર 273 મીટર ઉંચો છે
  • આ પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ બેઈપેન નદી પર બનેલા ચીનના શુઈબાઈ રેલવે પુલનો રેકોર્ડ તુટશે
  • આ પુલ 266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપવાળી હવાનો પણ અનુભવ કરી શકાશે
  • આ પુલ પર બ્લાસ્ટની પણ કોઈ અસર નહી થાય
  • આ પુલ કટરા અને બનિહાલ વચ્ચે 111 કિલોમીટરના વિસ્તારને જોડશે જે ઉધમપુર, શ્રીનગર-બારામૂલા રેલ લિંક પરિયોજનાનો ભાગ છે
  • ચિનાબ બ્રિજ બનાવવામાં હેગિંગ આર્ચનો ઉપયોગ થઈ રહ્યો છે
  • આર્ચ ગત વર્ષે જ બનાવવામાં આવી હતી
  • આ પુલ ઓનલાઈન મોનીટરિંગ એન્ડ વોર્નિંગ સિસ્ટમથી લેસ હશે
  • આ બ્રિજના નિર્માણમાં 29 હજાર મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થઈ રહ્યો છે
  • 52 કિલોમીટર લાંબા આ પુલમાં 17 ટનલ અને 23 બ્રિજ છે
  • ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક પ્રોજેક્ટ 345 કિમી લાંબો છે.  આ પ્રોજેક્ટનો એક ભાગ કે જે કટરાથી ધરમ વચ્ચે 100 કિમી લાંબો છે તેમાં 52 કિમીનો રેલમાર્ગ કોંકણ રેલવે બનાવી રહ્યું છે

(સંકેત)

સંબંધિત લેખો

Most Popular