1. Home
  2. ગુજરાતી
  3. કેનેડામાં ગેંગસ્ટર સુખા દુનીકેની હત્યાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વિકારી
કેનેડામાં ગેંગસ્ટર સુખા દુનીકેની હત્યાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વિકારી

કેનેડામાં ગેંગસ્ટર સુખા દુનીકેની હત્યાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વિકારી

0
Social Share

નવી દિલ્હીઃ કેનેડામાં ખાલીસ્તાની નેતા નિજ્જરની હત્યા મામટે પીએમ ટ્રૂડોએ ભારત સામે આક્ષેપ કર્યા વિવાદ વકર્યો છે બીજી તરફ ભારતે કેનેડાના પીએમ ટ્રૂડોના આક્ષેપ ફગાવી દીધા હતા. આ વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં કેનેડામાં વધુ કુખ્યાત ગેંગસ્ટર સુખા દૂનીકેની હત્યાની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાનું જાણવા મળે છે. સુખાની હત્યા ગેંગવોરમાં થયાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સુખા દુનિકેની હત્યા બાદ ભારતમાં પંજાબ પોલીસ પણ હરકતમાં આવી છે, તેમજ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથે જોડાયેલા કેટલાક સ્થળો ઉપર દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબિહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનીકેની રાત્રે હત્યા કરવામાં આવી હતી. એક અહેવાલ મુજબ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે આતંકવાદી સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનીકેની હત્યાની જવાબદારી લીધી છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં ગોલ્ડી બ્રારનો પણ સમાવેશ થાય છે, જેણે સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનીકેની હત્યાની જવાબદારી લીધી છે. સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનીકે બંબિહા ગેંગ સાથે સંકળાયેલો હતો, હુમલાખોરોએ દુનિકા ઉપર 15 ગોળીઓ ચલાવી હતી.

લૉરેન્સ બિશ્નોઈ ગેંગે ફેસબુક પોસ્ટ દ્વારા દુનીકેના મૃત્યુ વિશે માહિતી આપતા લખ્યું કે, ગુરલાલ બ્રાર અને વિકી મિડખેરાની હત્યામાં સુખદુલ સિંહની મુખ્ય ભૂમિકા હતી. ગુરલાલ બ્રાર અને વિકી મિડખેરાની હત્યાનો પ્લાન દુનિકે વિદેશમાં ઘડ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સુખદુલ સિંહને ડ્રગ્સ એડિક્ટ માને છે. તેણે કહ્યું કે સુખદુલ સિંહે ઘણા લોકોનું જીવન બરબાદ કર્યું છે અને તેને તેના પાપોની સજા મળી રહી છે.

ગેંગે દાવો કર્યો હતો કે, અન્ય ગેંગસ્ટર સંદીપ નાંગલ અંબિયાની હત્યા માટે દવિન્દર બાંબીહાનો સભ્ય સુખદુલ સિંહ પણ જવાબદાર હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેના દુશ્મનોને કડક ચેતવણી આપતા કહ્યું કે, તેઓ શાંતિથી જીવી શકશે નહીં, પછી ભલે તેઓ ભારતમાં છુપાયેલા હોય કે અન્ય કોઈ દેશમાં. સુખદુલ સિંહ ઉર્ફે દુનિકેના મૃત્યુની માહિતી મળ્યા બાદ, પંજાબ પોલીસે ગુરુવારે (21 સપ્ટેમ્બર) કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવા માટે ઘણી જગ્યાએ દરોડા પાડવાનું શરૂ કર્યું. આજે સવારે 7 વાગ્યાની આસપાસ પોલીસ ઓપરેશન શરૂ થયું હતું. રાજ્યના તમામ જિલ્લાઓમાં આ કામગીરી ચાલી રહી છે. સૂત્રોનું કહેવું છે કે આ કામગીરીમાં ઉચ્ચ અધિકારીઓ સહિત અનેક પોલીસ ટીમો સામેલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code