1. Home
  2. ગુજરાતી
  3. હવે લોકો ફેસબુકથી પણ કરી શકશે કમાણી, જાહેરાતો દ્વારા મળશે પૈસા

હવે લોકો ફેસબુકથી પણ કરી શકશે કમાણી, જાહેરાતો દ્વારા મળશે પૈસા

0
Social Share
  • હવે લોકો ફેસબુકથી પણ કરી શકશે કમાણી
  • જાહેરાતો દ્વારા મળશે પૈસા
  • એક મિનિટ સુધી વીડિયો બનાવીને પૈસા કમાવવા માટે બનશે સક્ષમ

સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ફેસબુકએ ગુરુવારે કહ્યું હતું કે, ફેસબુક વીડિયો બનાવનારને જાહેરાતો દ્વારા કમાણી કરવાની મંજૂરી આપશે. કંપનીએ કહ્યું હતું કે, પ્લેટફોર્મની મદદથી એવા વીડિયો બનાવનારા લોકો માટે કમાણીની નવી રીત બનાવવાની તેની યોજનાઓને વિસ્તૃત કરશે. કંપનીએ ફેસબુક પર લોકો કમાણી કરી શકે તે રીતો વિશે પણ જણાવ્યું છે.

કંપનીએ કહ્યું કે, ફેસબુક પર વીડિયો બનાવનારા લોકો હવે એક મિનિટ સુધી વીડિયો બનાવીને પૈસા કમાવવા માટે સક્ષમ બનશે,જેમાં ઓછામાં ઓછી 30 સેકંડની જાહેરાત ચાલશે. ત્રણ મિનિટ અથવા વધુ સમય વાળા વીડિયો માટે,45 સેકંડની જાહેરાત બતાવવામાં આવશે.

પહેલાં ફક્ત ત્રણ મિનિટ અથવા તેનાથી વધુ સમયના વીડિયો પર, લોકો જાહેરાત સાથે કમાણી કરી શકતા હતા,જેમાં કોઈપણ જાહેરાત 1 મિનિટ પહેલા બતાવવામાં આવતી ન હતી.

-દેવાંશી

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code