Homeગુજરાતીગુજરાતકોરોનાનું સંક્રમણ ઓછું થયું,દેશમાં ઓછા કેસ નોંધાતા લોકોને તથા સરકારને રાહત

કોરોનાનું સંક્રમણ ઓછું થયું,દેશમાં ઓછા કેસ નોંધાતા લોકોને તથા સરકારને રાહત

  • ભારતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો
  • ઓછા કેસ નોંધાતા લોકોને તથા સરકારને રાહત
  • દૈનિક દૈનિક પોઝિટિવ રેટ 10.64%

નવી દિલ્લી: કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં સતત વધી રહ્યું છે ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,68,063 કોરોનાના  પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે  69,959 લોકોએ કોરોનાને હાર આપી  છે અને છેલ્લા 24 કલાકમાં 277 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

હાલમાં ભારતમાં કુલ 8,21,446  એકટિવ કેસ છે આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 3,45,70131 લોકો ડિસ્ચાર્જ થયા છે અને  ભારતમાં અત્યાર સુધી  કુલ 484213 લોકોના કોરોનાથી મોત થયા છે.ભારતમાં હાલ કોરોનાનો દૈનિક પોઝિટિવ રેટ  10.64% એ પહોચ્યો છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં ગઈ કાલ કરતા આજે ઓછા કેસ નોંધવામાં આવ્યા છે, જાણકારી અનુસાર લગભગ 6.4 ટકા ઓછા કેસ નોંધવામાં આવ્યા છે. જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે જો લોકો દ્વારા સતર્કતા રાખવામાં આવશે તો કોરોનાથી જલ્દીથી મુક્તિ મળી શકે છે. સરકાર દ્વારા તો પગલા લેવામાં આવે જ છે પણ લોકો દ્વારા જ્યાં સુધી ગંભીરતા દાખવવામાં આવશે નહીં ત્યાં સુધી કોરોના જશે નહી તેવું જાણકારો દ્વારા કહેવામાં આવ્યું છે.

સંબંધિત લેખો

Most Popular