પીએમ મોદીએ કિસાન યોજનાનો 13મો હપ્તો જારી કર્યો – 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા થયા જમા
- પીએમ મોદીએ કિસાન યોજનાનો 13મો હપ્તો જારી કર્યો
- 8 કરોડ ખેડૂતોને મળ્યો લાભ
- દરેકના ખાતામાં 2 હજાર રુપિયા જમા કરાવાયા
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેલાગવીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો જારી કરી દીધો છે. લાંબા સમયથી દેશભરના કરોડો ખેડૂતો 13મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હોળીના તહેવાર પહેલા જ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પામ્યો છે.
આ યોજનાનો લાભ દેશભરના 8 કરોડથી વધુ ખેડૂતોને મળશે,ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સરકારે ખેડૂતોના ખાતામાં 16 હજાર કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
ભારત સરકારે છેલ્લીવાર નવી દિલ્હીમાં યોજાયેલા કિસાન સન્માન સંમેલનમાં 12મા હપ્તા માટે નાણાં જાહેર કર્યા હતા. ત્યારથી ઘણા ખેડૂતો લાંબા સમયથી 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા.આ વખતે તહેવારના કારણે તહેવાર પહેલા જ ખેડૂતોને આ ખુશખબર આપ્યા છે.
આ રકમ ખાતામાં દજમા થય છે કે નહી તે ચેક કરવા માટે પાસબુક એન્ટ્રી કરીને એ પણ જાણી શકો છો કે તમારા ખાતામાં હપ્તાના પૈસા ટ્રાન્સફર થયા છે કે નહીં. પાસબુક એન્ટ્રી કરતી વખતે તેમાં સરકાર દ્વારા મોકલવામાં આવેલ 2,000 રૂપિયાની એન્ટ્રી આવશે.
ઉલ્લેખનીય છે કે PM કિસાન સન્માન યોજના24 ફેબ્રુઆરી, 2019 ના રોજ શરૂ કરવામાં આવી હતી. 24 ફેબ્રુઆરી 2023ના રોજ આ યોજનાના 4 વર્ષ પૂર્ણ થયા છે. પીએમ કિસાન સન્માન યોજના હેઠળ, દેશના પાત્ર ખેડૂતોને સરકાર દ્વારા વાર્ષિક ધોરણે 6000 રૂપિયા આપવામાં આવે છે. જો કે, સરકાર ખેડૂતોને 6000 રૂપિયા એક જ વારમાં નહીં પરંતુ 3 સમાન હપ્તામાં આપે છે. 2000-2000 રૂપિયા આપે છે.આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને 12મા હપ્તા સુધીનો લાભ મળ્યો છે.