1. Home
  2. ગુજરાતી
  3. તમિલનાડુમાં રાજકીય ભૂકંપ: વિજયની TVKને કોંગ્રેસનું સમર્થન, સ્ટાલિને વ્યક્ત કરી નારાજગી
તમિલનાડુમાં રાજકીય ભૂકંપ: વિજયની TVKને કોંગ્રેસનું સમર્થન, સ્ટાલિને વ્યક્ત કરી નારાજગી

તમિલનાડુમાં રાજકીય ભૂકંપ: વિજયની TVKને કોંગ્રેસનું સમર્થન, સ્ટાલિને વ્યક્ત કરી નારાજગી

0
Social Share

ચેન્નાઈ, 6 મે 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્રી કઝગમ’ (ટીવીકે) ને સરકાર બનાવવા માટે કોંગ્રેસે સમર્થન જાહેર કરતા મોટો ઉલટફેર જોવા મળ્યો છે. કોંગ્રેસના આ પગલાથી દ્રમુક (ડીએમકે) છાવણીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્ટાલિને તેને ગઠબંધન ધર્મ સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો છે.

દ્રમુકના પ્રવક્તા સરવણન અન્નાદુરાઈએ કોંગ્રેસના આ નિર્ણય પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, “કોંગ્રેસે માત્ર દ્રમુક સાથે જ નહીં, પરંતુ તમિલનાડુની જનતા સાથે પણ છેતરપિંડી કરી છે. જીતનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ચૂંટણી અધિકારીની સહીની શ્યાહી હજુ સુકાઈ પણ નહોતી ત્યાં કોંગ્રેસે પોતાનો રસ્તો બદલી નાખ્યો.” તેમણે વધુમાં ઉમેર્યું કે એમ.કે. સ્ટાલિન એ પ્રથમ નેતા હતા જેમણે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કર્યા હતા, છતાં કોંગ્રેસે પીઠમાં છરો ભોંકવાનું કામ કર્યું છે.

કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે સ્પષ્ટ કર્યું છે કે ટીવીકે પ્રમુખ વિજયની વિનંતી બાદ આ સમર્થન આપવામાં આવ્યું છે, જે સંપૂર્ણપણે સશરત છે. કોંગ્રેસની મુખ્ય શરતો અનુસાર, સંવિધાનમાં વિશ્વાસ ન રાખતી શક્તિઓને ગઠબંધનથી દૂર રાખવી. ડો. બી.આર. આંબેડકરના આદર્શોને સરકારનો પાયો બનાવવો. ‘થંથાઈ પેરિયાર’ ના સામાજિક ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવું. તેમજ રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી કામરાજના સુશાસન જેવું વાતાવરણ ઉભું કરવું.

તમિલનાડુમાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે. ટીવીકે પાસે હાલ 108 બેઠકો છે જ્યારે કોંગ્રેસ સમર્થન આપવા હવે આ ગઠબંધનની 113 બેઠકો થઈ છે. આમ હવે જોસેફ વિજ્યને સરકાર બનાવવા માટે હજુ પાંચ બેઠકોની જરુર છે. બહુમતી પુરવાર કરવા માટે વિજય પાસે હવે અપક્ષો અથવા નાના પક્ષોની મદદ સિવાય અન્ય મોટો વિકલ્પ એઆઈએડીએમકે હોઈ શકે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે એઆઈએડીએમકે વિજયને બિનશરતી સમર્થન આપી શકે છે. બીજી તરફ, દ્રમુક નેતા કનિમોઝીએ દાવો કર્યો છે કે, એઆઈએડીએમકેના 21 ધારાસભ્યો તૂટીને વિજયના પક્ષમાં જોડાઈ શકે છે. જો આવું થશે, તો અભિનેતા વિજય તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેવા માટે તૈયાર છે.

આ પણ વાંચોઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 9 જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code