1. Home
  2. ગુજરાતી
  3. વડાપ્રધાન મોદીની ઈન્ડોનેશિયાની મુલાકાત ભવ્ય રીતે સંપન્ન, પાંચ ફાઈટર જેટ્સ દ્વારા આપવામાં આવી સલામી
વડાપ્રધાન મોદીની ઈન્ડોનેશિયાની મુલાકાત ભવ્ય રીતે સંપન્ન, પાંચ ફાઈટર જેટ્સ દ્વારા આપવામાં આવી સલામી

વડાપ્રધાન મોદીની ઈન્ડોનેશિયાની મુલાકાત ભવ્ય રીતે સંપન્ન, પાંચ ફાઈટર જેટ્સ દ્વારા આપવામાં આવી સલામી

0
Social Share

જકાર્તા, 08 જુલાઈ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની ત્રણ દિવસની રાજ્ય મુલાકાત પૂર્ણ કર્યા પછી જકાર્તાથી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા.

આ દરમિયાન, ઇન્ડોનેશિયન વાયુસેનાના પાંચ ફાઇટર જેટ્સે વડાપ્રધાન મોદીના વિમાનને ઇન્ડોનેશિયાની હવાઈ સીમાની બહાર સુધી એસ્કોર્ટ કર્યું.

ઇન્ડોનેશિયન ફાઇટર જેટ્સે પીએમ મોદીને કર્યા એસ્કોર્ટ

સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) ના એક વીડિયો અનુસાર, જ્યારે ફાઈટર જેટ્સ વડાપ્રધાન મોદીના વિમાનની સાથે ઉડી રહ્યા હતા, ત્યારે તેમણે વિમાનની અંદરથી જ તેમનું અભિવાદન કર્યું હતું.

વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા તે પહેલાં, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ એરપોર્ટ પર વ્યક્તિગત રીતે વડાપ્રધાનને વિદાય આપી.

સોમવારે ઇન્ડોનેશિયાએ પણ પીએમ મોદીનું આવી જ રીતે સ્વાગત કર્યું હતું, જ્યારે ઇન્ડોનેશિયન વાયુસેનાના લડાકુ વિમાનોએ તેમના વિમાનને ઇન્ડોનેશિયન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતાની સાથે જ એસ્કોર્ટ કર્યું હતું.

જકાર્તાની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રપતિ પ્રબોવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે પરંપરાગત નૃત્ય પ્રદર્શન પણ નિહાળ્યું હતું.

વધુ વાંચો: મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડમાં ઈમારત ધરાશાયી, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code