વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોમ્બરે ગોરાઘાટ ખાતે નર્મદા મૈયાની આરતીનો પ્રારંભ કરાવશે
અમદાવાદઃ નમામી દેવી નર્મદે, સાત મોટી નદીઓ પૈકીની એક નર્મદા નદીની પણ હવે રોજ ગંગાની જેમ મહાઆરતી થશે. કેવડીયાના ગોરા ઘાટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 31મી ઓક્ટોમ્બરના રોજ નર્મદા મૈયાની મહાઆરતી કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાશે. વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેકટ સાથે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત જુદા જુદા આકર્ષણો સાથે નવા આયામો સર કરી રહ્યું છે. આમ વડાપ્રધાન મોદી હવે કેવડીયાને ધાર્મિક સ્થળ તરીકે વિકસાવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેવડીયાને ધાર્મિક સ્થળ તરીકે વિકસાવવાના ભાગરૂપે મહીનાઓ અગાઉ વડાપ્રધાન મોદીએ ગોરા નજીક 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટના નિર્માણની જાહેરાત કરી હતી. આ પ્રોજેકટ હેઠળ 7થી8 મહિનામાં નર્મદા ઘાટ તૈયાર થઈ ગયો છે. ગોરા પુલ પાસે નવનિર્મિત ઘાટની લંબાઈ 131 મીટર અને ઉંડાઈ 46 મીટરની છે. હાલ અહી નર્મદા મૈયાની મહાઆરતીનું રિહર્સલ ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદી 31 ઓકટોબરે સરદાર જયંતીએ કેવડીયા એસઓયુમાં પધારે ત્યારે તેમના હસ્તે સૌપ્રથમ ગંગા મૈયાની હરીદ્વારા અને કાશીમાં થતી મહાઆરતીનો પ્રારંભ કરાવવા તંત્ર કામે લાગી ગયુ છે. 31મીએ સરદાર પટેલને જન્મજયંતીએ અંજલી આપી મોદી કેવડીયા ઈ-સીટીનો પણ પ્રારંભ કરાવે તેવી શકયતા છે. સાથે જ અન્ય મહત્વપૂર્ણ જાહેરાત પણ પ્રધાનમંત્રી કરી શકે છે. આ ઘાટ થકી ભકતો નર્મદા આરતીને મહાદેવની પૂજા અર્ચના થાય તેવુ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમ હવે નર્મદા આરતીની સાથે પ્રવાસીઓ નર્મદા સ્નાનનો પણ લ્હાવો લઈ શકશે.