Homeગુજરાતીરણવીર અને રોહિતની જોડી ત્રીજી વખત 'સર્કસ'માં સાથે જોવા મળશે,આ દિવસે રિલીઝ...

રણવીર અને રોહિતની જોડી ત્રીજી વખત ‘સર્કસ’માં સાથે જોવા મળશે,આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

  • રણવીરની આગામી ફિલ્મ સર્કસની રિલીઝ ડેટ જાહેર
  • 15 જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ
  • ત્રીજી વખત સાથે કામ કરી રહ્યા છે રણવીર અને રોહિત 

મુંબઈ:બોલિવૂડ એક્ટર રણવીર સિંહે હાલમાં જ તેની આગામી ફિલ્મ ’83’નું ટીઝર રિલીઝ કર્યું છે. તેના ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.ત્યારે રણવીરના ચાહકો વધુ એક સરપ્રાઈઝ માટે તૈયાર રહે. તેમની વધુ એક ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવવાની છે. થોડા સમય પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે,રણવીર સિંહ અને રોહિત શેટ્ટીની જોડી ત્રીજી વખત ‘સર્કસ’માં સાથે જોવા મળશે.

રિપોર્ટ્સનું માનીએ તો,રણવીર સિંહની ‘સર્કસ’ ટૂંક સમયમાં રિલીઝ થઇ શકે છે. આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર પર આ જાણકારી આપી.

ફિલ્મ સમીક્ષક તરણ આર્દશે તેમના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. તેણે લખ્યું, “એક્સક્લુઝિવ, સર્કસ 15 જુલાઈ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રોહિત અને રણવીર ત્રીજી વખત સાથે કામ કરી રહ્યા છે. ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ પછી હવે તેઓ ‘સર્કસ’માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં પૂજા હેગડે, જેકલીન ફર્નાન્ડીઝ, વરુણ શર્મા મુખ્ય ભૂમિકામાં હશે.

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular