1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ “ટાઈગર 3′ ના રિલીઝના એક દિવસ પહેલા સલમાન ખાનની દર્શકોને અપીલ. જાણો શું કહ્યું
ફિલ્મ “ટાઈગર 3′ ના રિલીઝના એક દિવસ પહેલા સલમાન ખાનની દર્શકોને અપીલ. જાણો શું કહ્યું

ફિલ્મ “ટાઈગર 3′ ના રિલીઝના એક દિવસ પહેલા સલમાન ખાનની દર્શકોને અપીલ. જાણો શું કહ્યું

0
Social Share
મુંબઈઃ આવતી કાલે દિવાળઈના દિવસે એઠલે કે 12 નવેમ્બરના રોજ બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ શાનદાર કમાણી કરી લીઘી છે ત્યારે હવે દર્શકો થીયેટરમાં આ ફિલ્મ જોવા ઉત્સુક બન્યા છે રિલીઝના એક દિવસ પહેલા અભિનેતાએ પોતાના ચાહકોને ખાસ અપીલ પણ કરી છે.
‘ટાઈગર 3’ દિવાળી એટલે કે 12 નવેમ્બરે રિલીઝ થશે. આમાં સલમાનની સાથે કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી પણ મહત્વના રોલમાં જોવા મળશે. હિન્દી ઉપરાંત ‘ટાઈગર 3’ તમિલ અને તેલુગુમાં ડબ વર્ઝનમાં પણ જોઈ શકાશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ કેમિયો કરશે. ફરી એકવાર શાહરૂખ ખાન અને સલમાન ખાન ફિલ્મમાં સાથે જોવા મળશે.
સલમાન ખાને આજે તેના એક્સ હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરી છે, જેમાં અભિનેતાએ દર્શકોને વિનંતી કરી છે કે તે ફિલ્મ જોયા પછી તેના ક્લાઈમેક્સ વિશેની માહિતી શેર ન કરે. અભિનેતાએ ચાહકોને ક્લાઈમેક્સ લીક ​​ન કરવા અપીલ કરી છે.
એચલું જ નહી સલમાન ખાને  વધુમાં કહ્યું કે ફિલ્મનો ક્લાઈમેક્સ લીક ​​થવાથી જે લોકોએ ફિલ્મ જોઈ નથી તેમને ફિલ્છેમનો ઈન્ટરસ ઓછો થઈ જાય છે. આ સિવાય નિર્માતા અને ફિલ્મની આખી ટીમની મહેનત વ્યર્થ જાય છે.
આ પોસ્ટ શેર કરીને કહ્યું અભિનેતાએ લખ્યું, ‘અમે ખૂબ મહેનતથી ફિલ્મ ‘ટાઈગર 3’ બનાવી છે. ઘણા લોકો ફિલ્મ જોયા પછી તેનો ક્લાઈમેક્સ લીક ​​કરે છે. અમે તેને સુરક્ષિત રાખવા માટે તમારા પર વિશ્વાસ કરી રહ્યાં છીએ. અમને વિશ્વાસ છે કે તમે જે યોગ્ય છે તે  જ કરશો. અમને આશા છે કે ‘ટાઈગર 3’ અમારા તરફથી તમારા માટે એક સારી ભેટ હશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code