Homerevoinewsજોધપુરમાં બહુરાષ્ટ્રીય વાયુસેના કવાયત 'તરંગ શક્તિ'ની બીજી આવૃત્તિનો પ્રારંભ

જોધપુરમાં બહુરાષ્ટ્રીય વાયુસેના કવાયત ‘તરંગ શક્તિ’ની બીજી આવૃત્તિનો પ્રારંભ

જોધપુર, 26 સપ્ટેમ્બર, 2026: air force exercise ‘Tarang Shakti’ બહુરાષ્ટ્રીય વાયુસેના કવાયત ‘તરંગ શક્તિ’ ની બીજી આવૃત્તિનો શનિવારે રાજસ્થાનના જોધપુર સ્થિત એરફોર્સ સ્ટેશન ખાતે પ્રારંભ થયો છે. આ યુદ્ધાભ્યાસમાં 40થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે.

ભાગ લેનારા દેશોની સૈન્ય ટુકડીઓનું સ્વાગત કરતાં ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા મંચ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, “જોધપુરની ધરતી પર લેન્ડ થતાં જ આકાશ પારના અમારા મિત્રોનું ઉષ્માભર્યું સ્વાગત છે. ભારતમાં આપનું સ્વાગત છે. તરંગ શક્તિમાં આપનું સ્વાગત છે.”

ભારતીય વાયુસેનાએ પોતાની આ પોસ્ટમાં સંયુક્ત આરબ અમીરાત (UAE), ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની ટુકડીઓનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

આ કવાયતમાં ભાગ લેવા માટે ફ્રેન્ચ એર એન્ડ સ્પેસ ફોર્સ શુક્રવારે જ જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે આવી પહોંચી હતી.

ફ્રેન્ચ એર ડિફેન્સ એન્ડ એર ઓપરેશન્સ કમાન્ડના ડેપ્યુટી કમાન્ડર જુલિયન સેબેને જણાવ્યું હતું કે આ યુદ્ધાભ્યાસ ફ્રાન્સ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેમણે બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પર ખાસ ભાર મૂક્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular