Homeગુજરાતીટોક્યો ઓલિમ્પિક પહેલા જ દીપિકા કુમારીનો તરખાટ, આર્ચરી વર્લ્ડકપમાં જીત્યા 3 ગોલ્ડમ...

ટોક્યો ઓલિમ્પિક પહેલા જ દીપિકા કુમારીનો તરખાટ, આર્ચરી વર્લ્ડકપમાં જીત્યા 3 ગોલ્ડમ મેડલ

  • ભારતની તીરંદાજ દીપિકા કુમારે ભારતને અપાવ્યું ગૌરવ
  • દીપિકા કુમારીએ પેરિસમાં આર્ચરી વર્લ્ડકપમાં વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ મેડલ
  • અત્યારસુધી આર્ચરી વર્લ્ડકપમાં જીત્યા 3 ગોલ્ડ મેડલ

નવી દિલ્હી: ભારતની તીરંદાજ દીપિકા કુમારીએ ભારતને ફરીથી ગૌરવ અપાવ્યું છે. દીપિકા કુમારીએ પેરિસમાં રમાઇ રહેલી આર્ચરી વર્લ્ડ કપમાં વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીતીને સપાટો બોલાવી દીધો હતો. અગાઉ તેણે પોતાના પતિ અતાનુ દાસ સાથે મળીને મિક્સ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં નેધરલેન્ડને પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. દીપિકાએ ભારતીય મહિલા રિકર્વ ટીમ સાથે મળીને મેક્સિકો સામે 5-1થી વિજય નોંધાવ્યો હતો.

દીપિકાએ આ સાથે જ ગોલ્ડ મેડલ જીતવાની હેટ્રિક પૂરી કરી હતી. દીપિકાએ વ્યક્ગિત ફાઇનલમાં 6-0થી આસાન વિજય નોંધાવ્યો હતો. હવે ટોક્યો ઓલમ્પિક્સ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દીપિકાનું ફોર્મ ભારત માટે સારી વાત છે.

વિશ્વના નંબર વન કોરિયાની ગેરહાજરીમાં ભારતીય તીરંદાજોને વધારે પડકારનો સામનો કરવો પડ્યો ન હતો અને ભારતે વિમેન્સ વ્યક્તિગત, ટીમ અને મિક્સ્ડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ ત્રણેયમાં દીપિકાનું યોગદાન મહત્વનું રહ્યું હતું. દીપિકાએ પાંચ કલાકથી ઓછા સમયમાં એક પછી એક ચાર મેચ રમી હતી.

ઓલિમ્પિક ક્વોલિફિકેશન સુનિશ્ચિત કરવાના કારણે કોરિયા ઉપરાંત ચીન અને ચાઈનીઝ તાઈપેઈએ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભાગ લીધો ન હતો. વર્લ્ડ કપમાં ભારત મેડલ યાદીમાં ટોચના સ્થાને રહ્યું હતું. ભારત કુલ ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img