1. Home
  2. ગુજરાતી
  3. Tokyo Olympics: ભારતનો વધુ એક મેડલ પાક્કો, રેસલ રવિ દહિયાએ ફાઇનલમાં બનાવી જગ્યા
Tokyo Olympics: ભારતનો વધુ એક મેડલ પાક્કો, રેસલ રવિ દહિયાએ ફાઇનલમાં બનાવી જગ્યા

Tokyo Olympics: ભારતનો વધુ એક મેડલ પાક્કો, રેસલ રવિ દહિયાએ ફાઇનલમાં બનાવી જગ્યા

0
  • રેસલર રવિ દહિયાએ ઇતિહાસ રચ્યો
  • રવિ દહિયાએ ફાઇનલમાં કર્યો પ્રવેશ
  • રેસલર રવિ દહિયાએ નુરઇસ્લામ સનાયેવને હરાવ્યો

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકના 13માં દિવસે ભારત ગૌરવાન્તિત થયું છે. 57 કિલો કેટેગરીમાં ભારતીય રેસલર રવિ દહિયાએ ઇતિહાસ રચ્યો છે. તે હવે ફાઇલનમાં પ્રવેશી ચૂક્યો છે.

રવિ દહિયાએ દમદાર પ્રદર્શન કરતા નુરઇસ્લામ સનાયેવને મ્હાત આપીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. રવિ દહિયાએ ભારત તરફથી ચોથો મેડલ પાક્કો કરી લીધો છે અને તે ભારત રમવા પર ઓછામાં ઓછા સિલ્વર મેડલ પોતાના નામે કરશે.

ભારતના રેસલર રવિ કુમાર દહિયા મેન્સ 57 કિલો ફ્રી સ્ટાઇલની ફાઇનલમાં પહોંચી ગયો છે. આ સાથે તેણે ભારત માટે સિલ્વર મેડલ પાક્કો કરી લીધો છે.

ભારતના રેસલર રવિ કુમારે 57 કિલોગ્રામ કેટેગરીના ક્વાર્ટર ફાઇનલમાં બુલ્ગરિયાના જોર્જી લાલેન્ટિનો વાંગેલોવને ટેક્નિકલ સુપિરિયોરિટીથી હરાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. રવિ કુમારે 14-4થી જીત મેળવી છે.

ભારતના રેસલર રવિ કુમારે પુરૂષ ફ્રી સ્ટાઇલ 57 કિલોવર્ગમાં કોલંબિયાના ઓસ્કર ટિગરેરોસ ઉરબાનો વિરુદ્ધ 13-2થી શાનદાર જીત હાસિલ કરી છે. આ સાથે તેણે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

રેસલિંગની ઇવેન્ટમાં ભારતને ઓલિમ્પિકમાં અત્યાર સુધી 5 મેડલ મળ્યા છે. જેમાં એક સિલ્વર અને બ્રોન્ઝ છે. આ સાથે રવિ કુમાર ગોલ્ડ જીતી ભારતનો પ્રથમ રેસલર બની શકે છે. આ પહેલા કેડી જાધવ, સુશીલ કુમાર,  યોગેશ્વર દત્ત, સાક્ષી મલિક ભારત માટે રેસલિંગ ઇવેન્ટમાં મેડલ જીતી ચુક્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code