1. Home
  2. ગુજરાતી
  3. તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,7.8 ની નોંધાઈ તીવ્રતા
તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,7.8 ની નોંધાઈ તીવ્રતા

તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,7.8 ની નોંધાઈ તીવ્રતા

0
  • તુર્કીમાં ભૂકંપના આંચકા
  • 7.8 ની નોંધાઈ તીવ્રતા

દિલ્હી:દુનિયામાં વારંવાર આવતા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી રહી છે.ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે.ત્યાં હવે તુર્કીમાં સોમવારે એટલે કે આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 રહી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ,તુર્કીમાં સવારે 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કીમાં નુરદાગીથી 23 કિમી પૂર્વમાં આ ભૂકંપ આવ્યો હતો.જોકે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની તીવ્રતા 7.5 દર્શાવી હતી. હવે કોઈપણ પ્રકારના નુકસાનની કોઈ માહિતી નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code