1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત વોટર પ્લસ સિટી બન્યુ, ગંદા પાણીને ટિટ્રેડ કરી વર્ષે 140 કરોડની મ્યુનિને કમાણી

સુરત વોટર પ્લસ સિટી બન્યુ, ગંદા પાણીને ટિટ્રેડ કરી વર્ષે 140 કરોડની મ્યુનિને કમાણી

0
Social Share

સુરત : કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2020માં વોટર પ્લસ હેઠળ સુરતને ગુજરાતનું પ્રથમ વોટર પ્લસ શહેરનું બીરૂદ મળ્યું છે. સુરત ભારતનું પહેલું એવું શહેર બન્યું છે. જયાં ગંદા પાણીના પ્રોસેસ માટે 11 જેટલા સુએઝ પ્લાન્ટ છે. તથા ટ્રીટેડ વોટરના રી યુઝ માટે 2 ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને સુરત મ્યુનિ.કોર્પોરેશનને ગંદા પાણીની રિ યુઝ કરીને વાર્ષિક 140 કરોડની આવક થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા થર્ડ પાર્ટી ફિલ્ડ ઈન્સ્પેકશન તથા ડોકયુમેન્ટેશનના આધારે વોટર પ્લસ સર્ટીફીકેટ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની કસોટી ઉપર ગુજરાતનું એક માત્ર સુરત શહેર ખરૂ ઉતર્યુ છે. ભારત સરકાર દ્વારા નિયુકત સર્વે ટીમ દ્વારા મોકલાવામાં આવેલા શહેરના અલગ અલગ 12 વિસ્તારોમાં 40 જેટલા શૌચાલયો, 12 ખુલ્લા રસ્તાઓ, 12 યુરિનલ, અને 16 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મળી કુલ 92 સ્થળોએ થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. થર્ડ પાર્ટી નિરીક્ષણ કર્યા બાદ ગત રોજ તા.11 ઓગસ્ટનાં રોજ સુરત મ્યુનિ.કોર્પોરેશનને ગુજરાતનું પ્રથમ વોટર પ્લસ શહેર જાહેર કરવામાં આવ્યું હતું.

સુરત શહેરને નવેમ્બર 2019થી ઓપન ડિફીકશન ફ્રી સર્ટીફાઈડ શહેર છે. ભારત સરકારે ગુજરાતના એકમાત્ર સુરત શહેરને સ્વચ્છતાની દિશામાં વોટર પ્લસ સિટીનો ખિતાબ આપ્યો હતો. સુરતમાં ગંદા પાણીના પ્રોસેસ માટે 11 જેટલા સુએઝ પ્લાન્ટ છે. તથા ટ્રીટેડ વોટરના રી યુઝ માટે 2 ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. આમ પાણીનો રિયુઝ કરીને પાણીની બચત કરવામાં આવે છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code