1. Home
  2. ગુજરાતી
  3. વંદે માતરમઃ ટાઈગર શ્રોફે અનોખા અંદાજમાં સલામ આપી
વંદે માતરમઃ ટાઈગર શ્રોફે અનોખા અંદાજમાં સલામ આપી

વંદે માતરમઃ ટાઈગર શ્રોફે અનોખા અંદાજમાં સલામ આપી

0
Social Share

મુંબઈઃ બોલીવુડના અભિનેતા ટાઈગર શ્રોફએ ઓછા સમયમાં જ પોતાની જાતને એકશન સ્ટાર તરીકે પ્રસ્થાપિત કર્યો છે. અત્યારે ટાઈગર શ્રોફમાં ગાયકીમાં હાથ અજમાવી રહ્યાં છે. સ્વાતંત્રતા પર્વ પૂર્વે ટાઈગર શ્રોફના અવાજે ગવાયેલુ ગીત દેશને સમર્પિત કરાયું છે. આ ગીતનું નામ વંદે માતરમ છે. ટાઈગર શ્રોફને આ ગીતનો વીડિયો શેયર કર્યો છે. જેમાં હવામાં અભિનેતાએ કલાબાજી દેખાડી છે. આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

અભિનેતા ટાઈગર શ્રોફે આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેયર કર્યો છે. આ ગીતમાં અભિનેતા અનોખા અંદાજમાં સ્ટંટ કરતો જોવા મળે છે. ટાઈગરે વીડિયો શેર કરીને લખ્યું છે કે, વંદે માતરમ પર આપ લોકો પણ રીલ બની રહ્યાં છે. જેને હું જોઈને પસંદ કરી રહ્યો છું. ટાઈજર શ્રોફના વંદે માતરમ ગીતને 2 કરોડથી વધારે લોકોએ નિહાળ્યું છે. ટાઈગર આગામી દિવસોમાં ગણપતમાં જોવા મળશે. આ ફિલ્મમાં કૃતિ સેનન જોવા મળશે. ફિલ્મનું નિર્માણ વશુ ભગનાની, પૂજા એન્ટરટેઈનમેન્ટ અને ગુડ કંપની મળીને કરી રહી છે. આ બંને કલાકારો પહેલા હીરોપંથીમાં જોવા મળ્યાં હતા. આ તેમની સાથે બીજી ફિલ્મ છે. આગામી દિવસોમાં ટાઈગર શ્રોફ હિરોપંથી-2માં જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code