1. Home
  2. Tag "Gandhinagar"

સમૌ ગામે નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે : અમિત શાહ

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહે ગાંધીનગર જિલ્લાના સમૌ ગામ ખાતે રૂપિયા બે કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા શહીદ સ્મારક અને પુસ્તકાલય ભવનનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે નવનિર્મિત શહીદ સ્મારક રાષ્ટ્રભક્તિની જાગૃતિનું પવિત્ર સ્થાન બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સમૌ ગામની ધરતી પર ઈ.સ. 1857ની ક્રાંતિમાં સહભાગી થયેલા મગન ભુખણ અને દ્વારકાદાસ […]

ગાંધીનગરમાં જ્ઞાન સહાયક વિરોધી કાર્યક્રમના કોંગ્રેસી મંચ પર AAPના યવરાજસિંહની હાજરી

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવામાં આવતી હોવાથી શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોઈ રહેલા ટાટ અને ટેટ પાસ કરેલા ઉમેદવારોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે. આથી જ્ઞાન સહાયકો ભરતી સામે ઘણા સમયથી લડત ચાલી રહી છે, આ લડતને […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં દીપડાની નવી જોડી શ્રવણ અને રક્ષાને મુલાકાતીઓ નિહાળી શકશે

ગાંધીનગરઃ વન્ય જીવ પ્રાણીઓ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે દીપડાની નવીન જોડી ‘શ્રવણ’ અને ‘રક્ષા’ને ગત તા. ૦1 સપ્ટેમ્બર-2023ના રોજ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી લાવવામાં આવ્યાં હતાં. આ જોડીને કેવોરન્ટાઇનમાં રાખી સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખવામાં આવી હતી. આ સમયગાળો પૂર્ણ થતાં વન્યજીવ સપ્તાહ -2023ની ઉજવણીના ભાગરૂપે તા. ૦6 ઓક્ટોબર-2023થી […]

ગાંધીનગરમાં સરકારી જમીનો પર પશુપાલકોએ બનાવેલા ઢોરવાડાના દબાણો દુર કરાયાં

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી જમીનો પર પશુપાલકોએ ઢોરવાડા બનાવી દીધા છે. જાહેર રસ્તાઓ પર પણ દાબાણો કરીને ઠેર ઠેર ઢોરવાડા બનાવી ગાયો ભેંસોનાં તબેલા ઉભા કરી દેવામાં આવ્યા હતા. જેનાં પગલે મ્યુનિ કોર્પોરેશન (જીએમસી)ની ટીમે શહેરના કુડાસણ, સેક્ટર – 13, સેકટર – 29 વિસ્તારના 5 ઢોરવાડા દૂર કરીને 1 હજાર વાર સરકારી જમીનને દબાણ મુકત […]

ગાંધીનગરમાં હવે રખડતા ઢોર પકડાશે તો પશુપાલકો સામે પોલીસમાં ફરિયાદ કરાશે

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. મ્યુનિ. કોર્પોરેશને રખડતા ઢોર પકડવા માટે બેવાર ટેન્ડર પણ બહાર પાડ્યું હતું પણ કોઈ રિસપોન્સ ન મળતા ત્રીજીવાર ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યું છે. બીજીબાજુ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઢોર ત્રાસ અટકાયત અને નિયંત્રણ પોલિસીને બહાલી આપી દેવામાં આવી છે. હવેથી […]

ગાંધીનગરમાં વન વિભાગનો વર્કશોપ યોજાયો, 2070 સુધીમાં શુન્ય ઉત્સર્જનના લક્ષ્યાંકને હાંસલ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ, તેમજ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ દ્વારા કાર્બન ક્રેડિટ અને માન્યતા પ્રાપ્ત વળતર વનીકરણને બદલતા કાયદાકીય દ્રષ્ટિકોણ હેઠળ સ્વીકારવાના હેતુથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ,  એસ.કે. […]

ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ લેવા કોઈનેય રસ નથી, ત્રીજીવાર ટેન્ડર બહાર પડાયું

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવા માટે બેવાર ટેન્ડર બહાર પડાયા છતાંયે કોઈ એજન્સી કોન્ટ્રાક્ટ લેવા તૈયાર થતી નથી. એટલે ત્રીજીવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં હાલ ઢોર પકડવા માટે જે એજન્સીની સમયમર્યાદા પુરી થઇ ગઇ હોવા છતાં તે એજન્સી પાસે જ કામ લેવામાં આવે છે. […]

ગાંધીનગરમાં નિવૃત કર્મચારીઓએ સરકારી ક્વાટર્સ ખાલી કરવા પડશે, બાકી ભાડું પેન્શનમાંથી કપાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં અનેક વિવિધ વિભાગોની સરકારી કચેરીઓ આવેલી છે. અને સરકારના કર્મચારીઓને રહેવા માટે સરકારી ક્વાટર્સ આપવામાં આવે છે. પરંતુ ઘણાબધા કર્મચારીઓ વયનિવૃત થયા બાદ પણ સરકારી ક્વાટર્સ ખાલી કરતા નથી. સરકારી કર્મચારીઓને ફાળવેલા આવાસ નિવૃત્તિ બાદ પણ બિનઅધિકૃત કબજામાં રાખવાના કિસ્સામાં હવે પાટનગર યોજના વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે […]

ગાંધીનગરમાં 6000 ફેરિયાઓ માટે 23 સ્થળોએ વેન્ડિંગ ઝોન બનાવવાનો GMCનો નિર્ણય

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરનો છેલ્લા દશકામાં સારોએવો વિકાસ થયો છેય શહેરની વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. શહેરમાં અનેક નાના-મોટા રસ્તાઓ પર ફેરિયાઓ બેસીને વેપાર કરીને રોજગાર મેળવી રહ્યા છે. એટલે રોડ-રસ્તાઓ પર દબાણનો પ્રશ્ન નિવારવા માટે અને વિવિધ સ્થળોએ લારી- ગલ્લા મૂકી વેપાર કરતા ફેરીયાઓને શહેરમાં ચોક્કસ સ્થળ નક્કી કરવા માટે ગાંધીનગર […]

ગાંધીનગરમાં કલેક્ટર હોવાની ખોટી ઓળખ આપીને પોલીસ પર રોફ જમાવતો શખસ પકડાયો

ગાંધીનગરઃ ઘણા લોકો પોતાના કામ કઢાવવા માટે અને રોલો પાડવા માટે પોતે સરકારના કે પીએમઓ કે સીએમઓના ઉચ્ચ અધિકારી હોવાની ફેક ઓળખાણ આપતા હોય છે. અગાઉ પણ કિરણ પટેલ સહિત ઘણા શખસો આવી ફેક ઓળખાણ આપીને રોલો પાડતા પકડાયા છે. વધુ એક શખસ ગાંધીનગર પોલીસને પોતે કલેક્ટર હોવાની ઓળખાણ આપીને રોફ જમાવતા પકડાયો છે. ગાંધીનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code