1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં કોમર્શિયલ વાહનોના બાકી ટેક્સ વસુલાત માટે RTO દ્વારા ઝૂંબેશ શરૂ કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં પેસેન્જર અને માલવાહક અનેક વાહનો નોંધાયેલા છે. આવા વાહનોના માલિકો દ્વારા નિયમ મુજબ આરટીઓમાં ટેક્સ ભરવો પડતો હોય છે. પરંતુ ઘણાબધા વાહન માલિકો ટેક્સ ભરતા નથી. આમ કરોડો રૂપિયાની વસુલાત બાકી છે. ત્યારે સરકારે તમામ આરટીઓને બાકી રકમની વસુલાત માટે ઝૂંબેશ ચલાવવાનો આદેશ આપ્યો છે. આરટીઓ દ્વારા આગામી સપ્તાહથી જ બાકી રકમ વસુલવા […]

ગુજરાતમાં જે શિક્ષકોને સ્કૂલ ઈન્સ્પેક્ટરની જવાબદારી સોંપાય છે તેમને મૂળ શાળામાં હાજર થવા આદેશ

ગાંધીનગરઃ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ એક્રિડિટેશનની કામગીરીને પગલે સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ તરીકે શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી હતી. મોટાભાગની સ્કુલમાં એક્રિડિટેશનની કામગીરી પૂર્ણ થઇ હોવાથી સ્કુલ ઇન્સ્પેક્ટર્સને મૂળશાળામાં હાજર થવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ એક્રિડિટેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે રાજ્યના શિક્ષણ વિભાગે […]

ચૂંટણી પંચઃ અમદાવાદમાં મતદાર યાદીસંક્ષિપ્ત સુધારણા સંદર્ભે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ

અમદાવાદ: મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા સંદર્ભે અમદાવાદમાં ચૂંટણીપંચના અધિકારીઓની રાજકીય પક્ષો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચીફ ઇલેક્ટોરલ ઓફિસર પી. ભારતી અને અમદાવાદના કલેકટર ડૉ. ધવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મતદાર યાદીમાં જે ખાસ સુધારણા કરવાના હતા, તે અંગે નાગરિકત્વની લાયકાતની તારીખો, મતદાર યાદી અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓ, મતદાર […]

ઝડપથી બદલાતી ટેકનોલોજીને પગલે આજની શોધ આવતીકાલે જૂન થઈ જશેઃ સીએમ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ‘ફ્યુચર ઓફ લર્નિંગ: ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવ’ના સમાપન- સત્ર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં આપણો દેશ અને ગુજરાત વિશ્વના પ્રવાહો સાથે કદમથી કદમ મિલાવીને વિકાસ રાહે દોડતા થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ટેકનોલોજી એટલી ઝડપે બદલાઈ રહી છે કે આજની શોધ આવતીકાલે […]

મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે કોવિડ-19 સામે આરોગ્યતંત્રની સજ્જતાની સમીક્ષા કરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોવિડ-19 સામે આરોગ્યતંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી. રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના  કેસો કે શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને વહેલા નિદાન અને સમયસર સારવારની વ્યવસ્થા આરોગ્ય વિભાગે ગોઠવી છે, તેની આ બેઠકમાં  વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તદ્દ અનુસાર, ગુજરાતમાં દરરોજ પ્રતિ મિલિયન 268 […]

ગુજરાતમાં આજે રામનવમીનું પર્વ ભારે હર્ષોલ્લાસથી ઊજવાયું, મંદિરોમાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યાં

અમદાવાદઃ  ગુજરાતભરમાં આજે રામનવમીની ભારે હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી હતી. મહાનગરોમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રામજી મંદિરોમાં શ્રદ્ધાળુઓની દર્શન માટે લાઈનો જોવા મળી હતી. અમદાવાદમાં રામનવમી મહોત્સવનો ઇસ્કોન મંદિરમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ભગવાનના ગર્ભગૃહને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યુ હતુ. આ મહોત્સવની શરૂઆત સવારે ૦4:30 કલાકે મંગળા આરતીથી થઈ હતી ત્યારબાદ […]

નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા અર્થે પ્રતિ વર્ષ 10 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ જોડાય છે

રાજપીપલા : ભારત દેશની નદીઓ પૈકી એકમાત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે. ગુજરાતમાં ગીરનારની લીલી પરિક્રમા સહિત અન્ય જાત્રાઓ, પદયાત્રાઓ, ધાર્મિક સ્થળોની યાત્રાએ શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માનિતા સ્થળે જતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લામાંથી પસાર થતી પુણ્ય સલિલા માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમાનું અનેરૂં મહત્વ રહેલું છે. ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર આ […]

રાજ્યની જેલોમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરનાશે, 5જી ટેકનોલોજી આધારિત જામર લગાવાશે

અમદાવાદઃ રાજ્યની વિવિધ જેલોમાં કરવામાં આવેલા મેગા સર્ચમાં કેટલીક જગ્યાએ મોબાઈલ ફોન સહિતની વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. જેલમાં કેદીઓની સુરક્ષાને લઈને આગામી દિવસોમાં વિવિધ જેલમાં તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં જેલોમાં નવા 5G ટેક્નોલોજીના જામર લગાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેલોની સુરક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં મહત્વનું […]

ગુજરાતની દીકરી આંતરરાષ્ટ્રીય લેવલે સાફ ફૂટબોલ વર્લ્ડ કપની વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત

અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષતામાં ફેઇથ સ્કુલ ખાતે સ્પોર્ટ્સ ડે ઉજવાયો. આ કાર્યક્ર્મમાં  સાબર સપોર્ટસ  સ્ટેડિયમની દીકરી અને સ્કૂલની વિદ્યાર્થીની શુભાંગી સિંગનું કલેક્ટર, વિવિધ સંસ્થાઓ અને નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી દ્રારા બહુમાન કરવામાં આવ્યું હતું. અગાઉ યુવા ખેલ સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી દ્રારા શુભાંગી સિંગનું સન્માન કર્યું છે. આ ગુજરાતની પ્રથમ દિકરી છે […]

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો બે હજાર નજીક પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે,દરમિયાન આજે સતત ત્રીજા દિવસે પણ કોરોનાના કેસ 300થી વધારે નોંધાયાં હતા. અમદાવાદમાં સૌથી વધારે 109 જેટલા કેસ નોંધાયાં હતા. બીજી તરફ એક્ટિવ દર્દીઓનો આંકડો બે હજાર નજીક પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસમાં થયેલા ચિંતાજનક વધારાને પગલે તંત્ર પણ હરકતમાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં 186 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code