1. Home
  2. Tag "Local body elections"

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત ગણતરી બે તબક્કામાં જ યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે તબક્કામાં મત ગણતરીના મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. તેમજ એક જ તબક્કામાં મત ગણતરી રાખવાની દાદ માંગી હતી. જો કે, હાઈકોર્ટે સુનાવણીના અંતે અરજી ફગાવી દીધી હતી. જેથી અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી તા. 23મી ફેબ્રુઆરી અને નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી તા. 2 માર્ચના રોજ હાથ ધરાશે. […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કોંગ્રેસના પ્રદર્શનથી હાઈકમાન્ડ નારાજ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં મતદાન વિના જ ભાજપના 219 જેટલા ઉમેદવારો બિનહરીફ જીત્યાં છે. કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલના કારણે રિજેક્ટ થયાં હતા. જ્યારે કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવારો બિન હરીફ જાહેર થયાં છે. ગુજરાત કોંગ્રેસની કામગીરી સામે હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ 219 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યાં

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. ગઈકાલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બીજી તરફ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 219 જેટલી બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા હોવાનો દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. તા. 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગજવશે ચૂંટણીસભાઓ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ઉમેદવારોનો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે. જેથી હવે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને હાર્દિક પટેલ સહિતના નેતાઓ રાજ્યભરમાં ચૂંટણીસભાઓ ગજવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસે અમદાવાદ સહિત […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ મત ગણતરી સ્થળે વિજેતા ઉમેદવાર સરઘસ નહીં કાઢી શકે

અમદાવાદઃ ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીનો પ્રચારમાં લાગી ગઈ છે. બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને તૈયારીઓ કરી લીધી છે. દરમિયાન મતગણતરીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર મત ગણતરી સ્થળે ઉમેદવારો સભા કે સરઘસ નહીં કાઢી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ […]

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઃ ભાજપ 60 વર્ષથી વધુની ઉંમરના નેતાઓને નહીં આપે ટિકીટ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમમિયાન ભાજપ દ્વારા 60 વર્ષથી વધુની ઉંમરના નેતાને ચૂંટણીમાં ટિકીટ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં ભાજપના નેતા-આગેવાનોના સગાઓને પણ ટિકીટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની […]

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઃ મતગણતરી મુદ્દે હાઈકોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મનપાની મતગણતરી તથા તાલિકા-જિલ્લા પંચાયતની મતગણતરી અલગ-અલગ રાખવામાં આવી છે. આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય ચૂંટણી પંચે તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ […]

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ભાજપમાં ચૂંટણી લડવા 7257 નેતાઓએ નોંધાવી દાવેદારી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપમાં ચૂંટણી લડવા માટે દાવોદારોની હોડ જામી છે. ભાજપ દ્વારા ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. અત્યાર સુધીમાં 7257 જેટલા નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ મંગળવારથી ઈવીએમનું ચેકીંગ થશે શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાય તેવી શકયતા છે. દરમિયાન ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી તા. 12મી જાન્યુઆરીથી વોટીંગ મશીનનું પ્રથમ તબક્કાનું ચેકીંગ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવારોને ઓનલાઈન ઉમેદવારીની પણ સુવિધા પણ પુરી પાડવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code