Politicalગુજરાતી

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ભાજપમાં ચૂંટણી લડવા 7257 નેતાઓએ નોંધાવી દાવેદારી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપમાં ચૂંટણી લડવા માટે દાવોદારોની હોડ જામી છે. ભાજપ દ્વારા ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. અત્યાર સુધીમાં 7257 જેટલા નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી છે. ભાજપ દ્વારા આગામી દિવસોમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ સેન્શ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદ શહેરમાં સૌથી વધારે બે હજારથી વધારે નેતાઓએ દાવેદારી કરી છે. તેમજ સુરતમાં 1949, વડોદરામાં 1451, રાજકોટમાં 681, જામનગરમાં 543 અને ભાવનગર મનપામાં ભાજપના 596 દાવેદારોની સેન્સ લેવા માટે દાવેદારી નોંધાવી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ 7,257 ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સંગઠનને વધારે મજબુત બનાવવાની કવાયત તેજ કરી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા કેટલાક નેતાઓને રિપીટ કરવામાં આવે છે તેની ઉપર સૌની નજર મંડાયેલી છે.

Related posts
Regionalગુજરાતી

કોરોનાનું ગ્રહણઃ જૂનાગઢમાં પરંપરાગત મહાશિવરાત્રી મેળાને કરાયો રદ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન જૂનાગઢમાં વર્ષોથી યોજાતા મહાશિવરાત્રી મેળાને આ વર્ષે કોરોના મહામારીને…
Nationalગુજરાતી

વિશ્વનો સૌથી પહેલો પંજાબીમાં વાત કરતો રોબોટ, બાળકોને આપે છે શિક્ષણ

પંજાબમાં વિશ્વનો સૌપ્રથમ પંજાબીમાં બોલતો રોબોટ તૈયાર કરાયો આ રોબોટના નિર્માણ પાછળ દોઢથી 2 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો તેને બનાવવામાં 7…
Nationalગુજરાતી

રાષ્ટ્રીય ડી.જી. કોન્ફરન્સઃ રક્ષા વિભાગના સચિવો પીએમ મોદીને ભાવી તૈયારીઓથી કરશે માહિતગાર

રક્ષા સચિવ પીએમને ભવિષ્ય અને હાલની રક્ષા મામલે જાણકારી આપશે  પીએમ મોદી આ બેઠકને સંબોધિત કરશે દિલ્હી – દેશના વડા પ્રધાન નરેન્દ્ર…

Leave a Reply