1. Home
  2. revoinews
  3. અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક ગેસ ભરેલા ટેન્કરે પલટી ખાધી, ટ્રાફિક જામ
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક ગેસ ભરેલા ટેન્કરે પલટી ખાધી, ટ્રાફિક જામ

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક ગેસ ભરેલા ટેન્કરે પલટી ખાધી, ટ્રાફિક જામ

0
Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગેસ ભરેલુ ટેન્કર પલટી ખાતાં હાઈવે બ્લોક થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક નાગરાજ હોટલ પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટ્રક ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી. ટેન્કર પલટી ખાતાં અને ટેન્કરમાં ગેસ ભર્યો હોવાથી હાઈવે પર અફડાતફડી મચી હતી. આ અકસ્માત અંગે તાત્કાલિક ચોટીલા પોલીસને જાણ કરાતા ચોટીલા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ગેસ ભરેલું ટેન્કર ગેસ લીકેજથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જે તે માટે પોલીસે થાનગઢ નગરપાલિકામાંથી ફાયરબ્રિગેડની ટીમને હાજર રાખવામાં આવી હતી.

આ ઘટના બાદ તાબડતોબ ગેસ કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને ટેન્કર હટાવવા માટે તજવીજ હાથ ધરી હતી. સદભાગ્યે આ અકસ્માતની ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં રોડ અકસ્માતો વધતા જાય છે. લખતર તાલુકામાં એક જ દિવસમાં બે અકસ્માત સર્જાયા હતા. જેમાં એક બનાવમાં એક કાર રોડના ડીવાઇડર પર પલટી ખાઈ ગઇ હતી. જ્યારે બીજા બનાવમાં લખતર બસ સ્ટેન્ડ પાસે એક બ્લેક ટ્રેપ પથ્થર ભરેલું ડમ્પર રોડની સાઈડમાં ખાલી કરવા માટે આવ્યું હતું, ત્યારે રોડની ખાઈ ઊંડી હોવાના કારણે ડમ્પર ખુચાઈ ગયું હતું, જેમા ખૂંચાયેલા ડમ્પરને કાઢવા માટે ડ્રાઇવર દ્વારા જેહમત કરવામાં આવી રહી હતી, તે સમયે ડમ્પરના હાઇડ્રોલિકની પાઇપ તૂટી ગઈ હતી. હાઇડ્રોલિકની પાઇપ તૂટી જતા ડમ્પર ખાલી થયું ન હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code